વિજાપુર પોલીસ કર્મીઓ દ્વારા ખોટો કેસ કરવા ના મુદ્દે ડીએસપી ને રજુઆત

0
34


વિજાપુર નવા આવેલા પોલીસ કર્મીઓ એ ગેરકાયદેસર ખોટી રીતે ખોટો કેસ દાખલ કરવા ના મુદ્દે ડીવાયએસપી ને રજુઆત કરાઈ

સૈયદજી બુખારી વિજાપુર

વિજાપુર ના કાશીપુરા મકરાણી દરવાજા પાસે રહેતા હિંમતનગર માસ્ટર એલએલબી ના થર્ડ સેમેસ્ટર માં અભ્યાસ કરતા યુવક ને ડી સ્ટાફ ના બદલી થઇને આવેલા પાંચ જેટલા પોલીસ કર્મીઓ એ પોતાના સત્તા ના નશામાં એક જમાદાર ના પાસેથી જીટીપીએલ ઈન્ટરનેટ ના પૈસા જન્મજય શુક્લા ના લેવાના હતા તે પૈસા અંગે ફોન કરેલો ત્યારે તેઓએ અશોક ઠાકોર ને આપવા માટે આપેલા છે તે પૈસા ત્યાં થી લઈ આવો જે જન્મેજય શુક્લા એ અરજદાર સથવારા કેતન કુમાર ભીખાભાઇ ને બાકીના પૈસા અશોક ઠાકોર પાસેથી લેવાના ૫૫૦૦/-રૂપિયા લઈ આવો જે લેવા અશોક ઠાકોર પાસે જતા તે સમયે તેના ઘેર થી નીકળતા પોલીસ ની ગાડી માંથી ઉતરેલા ચૌધરી વિવેકકુમાર ફતાભાઈ તથા ચૌધરી સંજય કુમાર બબા ભાઈ તથા ચૌધરી હરેશકુમાર શંકરભાઇ તથા કિરણ D જમાદાર તથા પ્રકાશ નામના પોલીસ કર્મીઓ એ સાચી હકીકત જણાવવા છતાં એ ગાડી બેસાડી પોલીસ મથકે અશોક ઠાકોર સાથે લઈને આવેલા એલએલએમ નો અભ્યાસ કરતા કેતન ભાઈ સથવારા એ જણાવ્યું હતું તેમજ આ બાબત ની ડીવાયએસપી મહેસાણા રેન્જ આઈજી ગાંધીનગર ગૃહ વિભાગ ગાંધીનગર પીઆઇ વિજાપુર પોલીસ ને નિર્દોષ વ્યક્તિ ઉપર ગુનો નોંધી તેમજ દારૂ નો વેપારી અશોક ઠાકોર ઉપર કોઈપણ જાતનો કોઈ ગુનો નહીં નોંધી તેને છોડી દેવામાં આવ્યો હતો હાલ માં પાંચેય પોલીસ કર્મીઓ માનસીક ટોર્ચર કરી જો તું અમોને કોઈ મદદ નહીં કરે તો અન્ય ગુના માં સંડોવી દઈશ એવી ધમકીઓ આપતા હોવાનું અરજદાર કેતન સથવારા એ જણાવ્યું હતું પોલીસે અશોકજી રંગાજી ઠાકોર ઉપર હાલ માં પ્રોહીબિશન ના કેસો નોંધાયેલ છે તેમ છતાં નિર્દોષ લોકોને હેરાન કરી ખોટા કેસો કરીને પોલીસ કર્મી શુ હેતુ સિધ્ધ કરવા માંગે છે અને માનસીક ટોર્ચર કરી કઈ રીત ની મદદ માંગી રહયા છે તે નહીં સમજતા માનસીક રીતે તુટી ગયા છે આ બાબત ની જો ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો તાલુકા પોલીસ મથક માં શુ ચાલી રહયું છે હાલ આ બનાવે પોલીસ ની કામગીરી ને લઈને ઘણી શંકાઓ સાથે ટાઉન ઓફ ટોક બની છે તો કેટલાક પોલીસના નવા આવેલા પોલીસ કર્મીઓ સિંઘમ બનવા ના મૂડ માં હેરાન કરતા હોવાનું બહાર આવ્યું છે શહેર માં દારૂ જુગાર ની બદી નેવે મૂકી રહી છે ત્યારે નિર્દોષ લોકોને હેરાન કરવા પાછળ કયો પ્રશ્ન છે તેની તપાસ જરૂરી બની છે જેથી પોલીસ ની હાલ સુધી ના ખરડાયેલી છબી સુધરી શકે ?,,,

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here