ધરમપુર ગામ પાસેની નદીમાં કાળા પથ્થર કાઢવા માટે થતા બ્લાસ્ટ બંધ કરવા કલેકટરને રજૂઆત

0
78રીપોર્ટર મયંક દેવમુરારી

મોરબી પાસે આવેલા ધરમપુર તેમજ ટીમ્બડી ગામની નજીમાંથી પસાર થતી નદીમાં બે રોક ટોક બ્લાસ્ટ (એલ્કા) કરીને કાળા પથ્થર કાઢવામાં આવે છે ત્યારે આ સંદર્ભે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા મોરબી જિલ્લા કલેકટર ને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમને જણાવ્યું છે કે ધરમપુર ગામે થતા બ્લાસ્ટ બાબતે ઉપરોકત વિષયે થી જણાવવાનું કે , મોરબી તાલુકાના જુના ધરમપુર ગામે થી આસરે ૩ થી ૫ કિલોમીટર દુર સ્ટોન ક્રશર આવેલ છે તેઓ જુના ધરમપુર ગામે હાજીપરા નદીના હોકળા પાસે ખાનગી કંપનીના દ્વારા કાળા પથ્થરના નો માલ કાઢવા માટે બ્લાસ્ટ કરવામાં આવે છે જેના કારણે આજુ – બાજુના વિસ્તાર માં રહેતા લોકોને ઘરોમાં તિરાડો પડી ગયેલ છે અને જયારે પણ બ્લાસ્ટ કરવામાં આવે ત્યારે ખુબજ ત્રીવ માત્રામાં ધરામાં ધ્રુજારી આવે છે અને ભુંકપ જેવો અહેસાસ થાય છે તેમજ સિંચાઇ માટે મોટર નું મશીન ચાલુ કરવામાં પણ જોખમ છે જેથી સતત ભયના અહેસાસ સાથે રહેવું પડે છે અને મકાનપણ ધરાશાય થાય અને જાન હાની થવાનો ભય રહે છે તેવી મૌખીક રજુઆત મળેલ સબબ આ કંપનીઓને આ બાબતે સાવચેત કરવા અને રહેંણાક વિસ્તાર ની આજુ – બાજુમાં આ બ્લાસ્ટ ન કરવા સુચના આપવા તેમજ યોગ્ય પગલાં ભરવા જિલ્લા કલેકટરને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોર દ્વારા રજૂઆત કરવામાં આવી છે

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here