ટંકારામાં અપહરણના ગુન્હામાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

0
56ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુન્હામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી જીલ્લામાં તા. ૨૭ જુનથી ૦૬ જુલાઈ સુધી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય જેને પગલે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીગમા હોય દરમિયાન ટંકારા અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપી સંતોષ ઉર્ફે પાંગલો કેશુભાઈ ભુરીયા (ઉ.વ.૩૦) રહે મૂળ એમપી રહે હાલ મોરબી દલવાડી સર્કલ પાસે કેનાલના કાંઠે મોરબી વાળાને ઝડપી લીધો છે અને ભોગ બનનારને શોધી કાઢી મહિલા પોલીસની દેખરેખ હેઠળ રાખેલ છે જે કામગીરીમાં ઇન્ચાર્જ પીએસઆઈ ડી વી ડાંગર, મહમદઉસ્માન બલોચ, ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, નગીનદાસ નિમાવત, મહેશદાન ગઢવી, વિજયભાઈ આહીર, સિદ્ધરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here