ટંકારા પાસે ગાયો ભરેલ પકડાયેલ મેટાડોરના બે આરોપીઓનો જામીન ઉપર છુટકારો, ત્રીજો આરોપી જેલ હવાલે કરાયેલ છે

0
37હષઁદરાય કંસારા દ્વારા

ટંકારા પાસે ગાયો ભરેલ પકડાયેલ મેટાડોરના બે આરોપીઓનો જામીન ઉપર છુટકારો, ત્રીજો આરોપી જેલ હવાલે કરાયેલ છે
ટંકારા તાલુકાના કલ્યાણ પર ગામ પાસેથી તાજેતરમાં ગાયો તથા ગૌવંશ ભરેલ આઇસર મેટાડોર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌ પ્રેમી યુવાનો તથા પોલીસ દ્વારા પકડવામાં આવેલ. તેના બે આરોપી શૈલેષ માનસિંગ ચૌહાણ રહેવાસી નારણકા તથા સાગર લક્ષ્મણ ઝાપડા રહેવાસી તરઘડી ની ટંકારા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કરેલ. કોર્ટ દ્વારા બંને આરોપીઓને જેલ હવાલે કરાયેલ.
આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ .બંને આરોપીઓને રૂપિયા ૨૫ હજારના જામીન ઉપર છોડવામાં આવેલ છે આરોપીઓના વકીલ તરીકે એડવોકેટ મુકેશભાઈ બારૈયા એ રજુ વાત કરેલ.
ત્રીજો આરોપી હનીફ જાનમાંમદ સંધિ રહેવાસી કલ્યાણ પર ની પોલીસે ધરપકડ કરી રજુ કરતા તેને જેલ હવાલે કરાયેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here