જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરાયા

0
49
જૂનાગઢ : મહાનગરપાલિકા વિસ્તારની આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ગણવેશ આપવાનો કાર્યક્રમ મહાનગર પાલિકાના પંડિત દીનદયાળ હોલમાં રાખવામાં આવ્યો હતો.

જેમાં શહેરની તમામ આંગણવાડીઓનાં બાળકો માટે ‘કુલ – ૪૫૨૧ ગણવેશ વિતરણ કરવામાં આવ્યા.
સરકારશ્રીનો આ કાર્યક્રમ મહાનગર પાલિકાના પંડિત દીનદયાળ હોલમાં રાખવામાં આવેલ હતો.
જેમાં ૩ થી ૬ વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતા.
આંગણવાડીના પ્રત્યેક્ષ બાળકો કોરોના મહામારીના કારણે ભણી શકે તેમ નથી અને હજુ તેમને છૂટ મળી નથી એ સમયમાં આંગણવાડીના બહેનો ઘરે ઘરે જઈ અને સુખડી વિતરણ કરે છે, અને બાળકોની જરૂરિયાત પૂરી કરે છે.
હાલ જુનાગઢમાં ૧૭૯ આંગણવાડી કાર્યરત છે, અને નિષ્ઠાપૂર્વક કામ આ બહેનો કરે છે.

તેને પણ અધિકારીઓ અને પદાધિકારીઓએ ધન્યવાદ આપ્યા હતા.
આ અવસરે મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરની તમામ આંગણવાડીઓનાં બાળકો માટે કુલ – ૪૫૨૧ ગણવેશ વિતરણ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખા ભાઈ જોશી, મેયર ધીરુભાઈ ગોહેલ, કમિશનર રાજેશ તન્ના, ડે. મેયર હિમાંશુ લીખીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા, નટુ પટોળીયા, ધરમણ ડાંગર, તમામ કોર્પોરેટરઓ હાજર રહ્યા હતાં.

અહેવાલ : ભરત બોરીચા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here