અરવલ્લી જીલ્લાની તમામ આંગણવાડીના ૩૯,૭૦૦ બાળકોને ગણવેશ વિતરણ કરાશે

0
56અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

 

અરવલ્લી જીલ્લાની તમામ આંગણવાડીના ૩૯,૭૦૦ બાળકોને ગણવેશ વિતરણ કરાશે

કલેકટર નાં હસ્તે આંગણવાડીનાં પ્રતિકાત્મકરૂપે છ બાળકોને ગણવેશ વિતરણ કરાયું

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગરથી ગુજરાતના આંગણવાડીના ૧૪ લાખ બાળકોને ગણવેશ વિતરણનો ઓનલાઇન કાર્યક્રમનો શુભારંભ કરાયો.જે અંતર્ગત અરવલ્લી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર કચેરીનાં વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા ટીટોયાની ઉપસ્થિતિમાં યોજાયો જે અનુસાર કલેકટર નરેન્દ્રકુમાર મીનાનાં વરદ હસ્તે આ કાર્યક્રમનાં પ્રતીકરૂપે અરવલ્લી જિલ્લાના છ બાળકોને યુનિફોર્મ અને કીટ વિતરણ કરાયા હતા. અરવલ્લીના ૩૯૭૦૦ બાળકોને આંગણવાડી કાર્યક્રમ દ્વારા બાળકની ગૃહ મુલાકાત લઈને ગણવેશ વિતરણ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન આઇસીડીએસ શાખા દ્વારા કરાયું હતું.આ શુભારંભ નિમિતે કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ આંગણવાડી કાર્યકર તથા તેડાઘર બહેનોનની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આપણે સૌ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યા છીએ અને આવા કપરા સમયમાં પણ આંગણવાડીના બાળકોને ઘરે-ઘરે જઈને કુપોષણમાંથી બહાર લાવી પોષણયુક્ત આહાર પૂરો પાડી બાળકોને સશક્ત બનાવવાનું કાર્ય કર્યુ છે. આ કામગીરીને વધુ અસરકારક બનાવવા ખાસ ભાર મુક્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ, મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ,આંગણવાડી કાર્યકર , તેડાઘર બહેનો તથા નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here