કોરોના વેક્સીન વિષય ઉપર યોજાઇ ગયેલ વેબ સેમીનાર

0
43


“ આદર્શ અમદાવાદ “ ના ઉપક્રમે કોરોના વેક્સીન વિષય ઉપર યોજાઇ ગયેલ વેબ સેમીનાર

મુખ્ય પ્રવક્તા તરીકે શ્રી અનિલ કક્કડ એ સવિસ્તર માહિતી રજુ કરી

હાલના તબક્કે કોરોના મહામારીથી દેશ ને બહાર લાવવા કેન્દ્ર સરકારે શરૂ કરેલ કોરોના વેક્સિનેશન અભિયાન ને વેગ મળી રહે અને આમ જનતામા તેની જાગૃતિ આવે તે માટે “ આદર્શ અમદાવાદ “ ના ઉપક્રમે કોરોના વેક્સીન વિષય ઉપર તારીખ ૨૭/૦૬/૨૦૨૧ ના રોજ એક જાહેર વેબ સેમીનાર યોજાઇ ગયો હતો. સેમીનારના મુખ્ય પ્રવક્તા તરીકે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ના નિવૃત નાયબ કમિશ્નર શ્રી અનિલ કક્કડએ અઢારમી સદી થી સમગ્ર વિશ્વ મા સૌ પ્રથમ વાર શોધવામા આવેલ સ્મોલ પોક્ષ વેક્સીન ના ઇતિહાસ થી શરૂ કરી આજ સુધીમા ઉપલબ્ધ બેક્ટેરીઆ અને વાયરસ ની જુદી જુદી રસીઓ ની યાદી આપી તેના ઉપયોગ અને તેની ઉત્પાદન પ્રક્રિયા, અસરકારકતા વર્ણવી લોકોને યાદ અપાવ્યુ હતુ કે ભુતકાળ મા કોરોના મહામારી જેવી જ પ્લેગ, શીતળા, પોલીયો, કોલેરા જેવી બિમારીઓ માથી જગત ને મુક્તિ અપાવવામા વેક્સીનનો સિંહ ફાળો રહ્યો છે.

પોતાના પ્રવચન મા તેઓએ જીનેટીક સાયન્સ, ઇમ્યુનોહેમેટોલોજી. માયક્રોબાયોલોજી, ફાર્માસ્યુટીકલ્સ ટેક્નોલોજી અને ક્લિનિકલ ટ્રાયલના મૂળભુત સિધ્ધાંતો ને સરળ ભાષામા આવરી લીધા હતા. રસીના ઉત્પાદન દરમ્યાન તેના પારંભિક તબક્કા થી માંડી ને અંતિમ સ્તર સુધી તેની ગુણવત્તા જળવાઇ રહે તે સારુ જરૂરી ચકાસણી, અસરકારકતા, ગુણવત્તા નિયંત્રણ, તેના માપદંડ વિગેરે ના દરેક મુદ્દે શ્રી કક્કડએ સૈધ્ધાંતિક અને કાયદાકીય જોગવાઇઓ ટાંકી સમજુતી આપી હતી. તેઓએ કોરોના રસી વિકસાવવાની પ્રક્રિયામા આધુનિક અને છેલ્લા સંશોધનો થી અપનાવવામા આવેલ ટેકનીક ની વિગતો આપી વિશ્વના વૈજ્ઞાનિકો એ રાત દિવસ કરેલા અથાક પ્રયાસો ની લોકોને સાકારાત્મક નોંધ લેવડાવી હતી. હવે જ્યારે ગુજરાતના અંકલેશ્વરમાં કોરોના રસીનું ઉત્પાદન શરૂ થવાનુ આયોજન છે ત્યારે ભારતમાં રસીકરણ માટેના અભિયાનમા જોડાઇ જઇ સમગ્ર દેશ ને કોરોના માહામારી માથી મુક્તિ મળે તે માટે પ્રયત્નશીલ બનવા શ્રી કક્કડએ સર્વે ને અપીલ કરી હતી. આ  સેમીનાર નો સંસ્થાના ૧૫૦ થી પણ વધુ સભ્યો એ લાભ લીધો હતો ..

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here