ડાંગ જિલ્લાનાં 19 બાગી કોંગ્રેસી આગેવાનોને પાર્ટી માંથી સસ્પેન્ડ કરાયા

0
44ડાંગ:- મદન વૈષ્ણવ

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતી દ્વારા ડાંગ જિલ્લાનાં કૉંગ્રેસ સમિતિનાં બાગી 19 આગેવાનોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતા જિલ્લાનાં રાજકારણમાં ચહલ પહલ મચી જવા પામી છે….

<span;>પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપાએ શામ દામ અને દંડની નીતિ અખત્યાર કરતા ડાંગ જિલ્લામાંથી મોટા ગજાનાં નેતાઓએ કૉંગ્રેસને રામ રામ કરી કેસરીયો ધારણ કરી લીધો હતો.આ પક્ષ પલટુ નેતાઓનાં પગલે ડાંગ કૉંગ્રેસની સ્થિતિ કફોડીજનક બની હતી.ત્યારે ડાંગ જિલ્લાનાં કૉંગ્રેસ સમિતિનાં પાર્ટી પ્રમુખ મોતીલાલ ચૌધરી દ્વારા પક્ષ પલટુ અને પાર્ટીને નુકસાન પોહચાડનાર બાગી નેતાઓની નાંમાવલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોકલવામાં આવ્યા હતા.ડાંગ કૉંગ્રેસ પાર્ટી પ્રમુખની રજુઆતને ધ્યાનમાં લઈ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા ગતરોજ પક્ષ વિરુદ્ધ કામ કરતા 19 આગેવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.ગત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં કદાવર નેતાઓ,તાલુકા પ્રમુખ,સરપંચ, સભ્યો વગેરે 19 આગેવાનોએ કૉંગ્રેસ પક્ષ વિરુદ્ધ કામ કર્યું હતુ.આ 19 આગેવાનોએ પક્ષ વિરૂદ્ધ કામગીરી કરી શિસ્ત ભંગ કરતા આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા કુલ 23 આગેવાનોમાંથી 19 કૉંગ્રેસી આગેવાનોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ડાંગ જિલ્લો વર્ષોથી કૉંગ્રેસનો ગઢ રહ્યો હતો.પરંતુ કૉંગ્રેસનાં માજી ધારાસભ્ય મંગળ ગાવીતનાં રાજીનામા બાદ કોંગ્રેસનાં કદાવર નેતાઓએ પણ કૉંગ્રેસનો હાથને છોડી દેતા કૉંગ્રેસ પાર્ટી દિશાવિહીન બની ગઈ હતી.અગાઉ કૉંગ્રેસનાં 6 જેટલા કદાવર નેતાઓને પાર્ટી દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લામાં હાલનાં સમયે કૉંગ્રેસ પક્ષની સ્થિતિ કફોડી જનક પરિસ્થિતિમાં છે.ડાંગ જિલ્લા કૉંગ્રેસ પક્ષમાં હાલનાં સમયે કોઈ કદાવર નેતા બચ્યા નથી.ત્યારે આવનાર સમયમાં ડાંગ કૉંગ્રેસ પાર્ટી સંગઠન બનાવશે કે પછી તેઓની નૈયા ડૂબાડશે જે આવનાર સમય જ બતાવશે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here