ફતેપુરા- એસ.એમ.સી. નિ પુનઃરચના માટે વાલી મીટીંગ યોજવામાં આવી

0
32રિપોર્ટર- જુનેદ ઇશાકભાઈ પટેલ -ફતેપુરા(દાહોદ)

ફતેપુરા તાલુકા કન્યા શાળા ખાતે એસ.એમ.સી.ની પુનઃરચના માટે વાલી મીટીંગ યોજવામાં આવી

આજરોજ તારીખ 30 જૂન 2021 ના રોજ ફતેપુરા તાલુકાના કાળીયા વલુંડા ગામે આવેલ તાલુકા કન્યા શાળા ખાતે એસ.એમ.સી.ની પુનઃરચના માટે વાલી મીટીંગ યોજવામાં આવી હતી
આ મીટીંગ તાલુકા પંચાયત ના તાલુકા સભ્ય કાંતિભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને અને શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ મિટિંગમાં કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
મીટિંગ દરમિયાન ચર્ચા વિચારણાને અંતે સભ્યોના નામ એસ.એમ.સી.ની પુનઃરચના માટે નોંધવામાં આવ્યા હતા
શાળા વ્યવસ્થાપન સમિતિ ની પુનઃ રચના કરવા માટે એક વાલી મીટીંગ બોલાવવામાં આવી જેમાં પરિપત્ર માં જણાવ્યા મુજબ કુલ 13 સભ્યોની કમિટીમાં નિમણૂક કરવામાં આવી જેમાં અધ્યક્ષ તરીકે બરજોડ રાકેશભાઈ ચંપાભાઇની વરણી કરવામાં આવી
આ મિટિંગમાં તાલુકા સભ્ય કાંતિભાઈ પરમાર શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ તેમજ તાલુકા કન્યા શાળાનો સંપૂર્ણ સ્ટાફ અને તાલુકા કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…..

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here