ખામરગામ ત્રણ રસ્તા નજીક ટ્રકે બાઇકને ટક્કર મારતા ચાલકને ગંભીર ઇજા,ટ્રક ચાલાક ટ્રક મૂકી ફરાર

0
39ખામરગામ ત્રણ રસ્તા નજીક ટ્રકે બાઇકને ટક્કર મારતા ચાલકને ગંભીર ઇજા,ટ્રક ચાલાક ટ્રક મૂકી ફરાર

રાજપીપળા : જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના ખામર ગામ ના ત્રણ રસ્તા પાસે એક પુરપાટ આવતી ટ્રકના ચાલકે મોટરસાઇકલ ને અડફટ માં લેતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ કર્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી ગયો હતો

ખામર ત્રણ રસ્તા નજીક એક હાઇવા ટ્રક નંબર GJ 05 AX 1538 ના ચાલકે પોતાની ટૂક પુર ઝડપે ચલાવી લાવી આગળ જતી મોટર સાયકલ નંબર . GJ 22 F 5975 ને પાછળથી ટક્કર મારી રોડ ઉપર ફેંકી દઇ બાઈક ચાલક રાજેંદ્રભાઇ જેઠાભાઇ વસાવા ઉ.વ .૪૪ રહે.ગાગર તા.નાંદોદ જી. નર્મદાને માથા તથા મોઢામાં ગંભીર ઇજાઓ કરી ટૂક સ્થળ ઉપર મુકી નાશી જતા રાકેશભાઇએ આ બાબતે ટ્રક ચાલક વિરુદ્ધ આમલેથા પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here