અરવલ્લી જિલ્લાની તમામ શાળાને તમાકુ મુક્ત શાળા કરવા વેબીનાર યોજાયો

0
28અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

WHO GYTS (ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે) ના અહેવાલ મુજબ. 14.6% વિધાર્થીઓ હાલમાં તમાકુનું કોઈપણ સ્વરૂપે ઉપયોગ કરે છે. 4.4% હાલમાં સિગારેટ પીવે છે: 12.5% હાલમાં કેટલાક અન્ય તમાકુના સ્વરૂપનો ઉપયોગ કરે છે .
તમાકુના કારણે 13.5 લાખ લોકો દર વર્ષ મુત્યુ પામે છે. ધૂમપાન વિના તમાકુ , પાન મસાલા અને માવા ઉત્પાદનોનો ઉપયોગ કેન્સર , કોડિયો-વેસ્કયુલર રોગો અને અન્ય નોન – કમ્યુનિકેબલ રોગો (એનસીડી) નું કારણ બને છે , જ્યારે ધૂમ્રપાન વિના તમાકુ, પાન મસાલા અને તેના જેના ઉત્પાદનોના થૂંકવાના કારણે જાહેર સ્થળે ક્ષય રોગ, હેપેટાઈટિસ , ઈન્ફ્લ્યુએન્ઝા, સ્વાઈન ફ્લૂ , ન્યુમોનિયા , ગેસ્ટ્રો – આતરડા ના રોગો , કોરોના વાઈરસ (COVID-19)જેવા જીવન માટે જોખમી ચેપી રોગો ફેલાય છે. પરિણામે જાહેર ઉપધ્ર્વ થાય છે.
જે અંતર્ગત જિલ્લા શિક્ષણ વિભાગ, જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ – અરવલ્લી અને ફેઈથ ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થામાં “Tobacco Free Educational Institution” નું અમલીકરણ થાય અને તમાકુ મુક્ત શાળા બને તે માટે આજરોજ વેબીનાર યોજવામાં આવ્યો હતો.
જેમાં જીલ્લા શિક્ષણાધિકારીશ્રી, શ્રીમતી ગાયત્રી બેન પટેલ, આરોગ્ય વિભાગ માંથી મુખ્ય જિલ્લા અધિકારી ડૉ. આર.જી. શ્રીમાળી, એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ. પી. એસ. ડામોર અને ફેઈથ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ડાઇરેક્ટર શ્રી સુઝેન સેમસન દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ વેબિનારમાં પાટણ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના ૧૬૯ જેટલા આચાર્યશ્રીઓ જોડાયા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here