વિસાવદરના લેરિયા ગામે આમ આદમી પાર્ટીના કાફલા ઉપર હુમલો

0
112
 

વિસાવદરના લેરિયા ગામે આમ આદમી પાર્ટીના કાફલા ઉપર હુમલો

આજે વિસાવદરના લેરિયા ગામે આમ આદમી પાર્ટીની સભા હોય, અને તેમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, મહેશભાઈ સવાણી, થતા પ્રવીણ રામ સહિતના નેતા ઉપસ્થિત રહેવાના હોય.

 

ત્યારે આમ આદમી પાર્ટીના આ ત્રણેય નેતાઓ લેરિયા ગામમાં પહોંચ્યા ત્યારે પાછળથી ઈસુદાન ગઢવીની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો, તેમાં ઈસુદાન ગઢવી ઘાયલ થયા હતા, અને મહેશ સવાણીતથા પ્રવીણ રામનો આબાદ બચાવ થયો હતો.

 

આ હુમલામાં ઈસુદાન ગઢવી તથા મહેશ સવાણીની ગાડીના કાચ તોડવામાં આવ્યા અને ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

જેમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયા હતા, અને એમને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

ત્યારે ઈસુદાન ગઢવીએ ભાજપ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું, કે ભાજપ આટલી હદે જશે એવી નહોતી ખબર અને અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે પોલીસ પણ ઉપસ્થિત હતી.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here