ભગવાન જગન્નાથ ની રથયાત્રા યોજાય તેવી સંપૂર્ણ શક્યતા

0
82


અમદાવાદમાં 144મી રથયાત્રા યોજાય તેવી સંપૂર્ણ શક્યતા છે. રથયાત્રાના આયોજન  માટે મંદિરમાં તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે રથ ખેંચનાર ખલાસીઓનું લિસ્ટ માંગી તેઓને રસી લેવા સૂચન કરાયું છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે રથયાત્રાનું કોર્પોરેશનમાં સ્વાગત કરવામાં નહીં આવે.

રથયાત્રા સાથે પ્રસાદના બે ટ્રક હશે. તો વળી અખાડા અને ભજન મંડળી કે અન્ય કોઈ આકર્ષણ રથયાત્રામાં સામેલ નહીં થાય. મોસાળમાં 10 મિનિટનો વિરામ અને કોરોનાના કારણે મોસાળમાં જમણવારનું આયોજન નહીં કરવામાં આવે. રથયાત્રા 7 વાગ્યે નીકળી બપોરના 12થી 1 વાગ્યા દરમ્યાન મંદિર પરત ફરશે. મંદિરમાં ભક્તોને કોવિડ ગાઈડલાઈન મુજબ દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here