મહીસાગર જિલ્લાના રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત એવોર્ડ ઇચ્છુક ઉમેદવારો જોગ સુચના

0
34આસીફ શેખ

લુણાવાડા,

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય દ્વારા ૧૯૯૨-૯૩થી  રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એવોર્ડ આપવામાં આવે છે. જે અન્વયે મહીસાગર જિલ્લામાંથી ઇચ્છુક ઉમેદવારોને જણાવવામાં આવે છે કે વર્ષ ૨૦૨૦-૨૧ માટે ત્રણ કેટેગરી ૧. યુનિવર્સિટી/+૨ કાઉન્સીલ. ૨ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમો તથા તેમના પ્રોગ્રામ અધિકારીઓ. રાષ્ટ્રીય સેવા યોજના (NSS) સ્વયંસેવકો. આ પ્રમાણે એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે જે માટે તા: ૦૩/૦૭/૨૦૨૧ સોમવારે ૧૨.૦૦ કલાક સુધીમાં આપની અરજી (નામ, સરનામું, જન્મતારીખ, મોબાઈલ નંબર, ઇ-મેઈલ આઈ ડી વિગતો સાથે) પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ અને જરૂરી આધાર પુરાવા સાથે (બે નકલમાં) જિલ્લા રમતગમત  અધિકારીની કચેરી મહીસાગર, રૂમ નં ૨૩૨, બીજો માળ, કલેક્ટર કચેરી, મહીસાગર, લુણાવાડા ખાતે મોકલી આપવા આથી જીલ્લા રમતગમત અધિકારીશ્રીની એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here