તિલકવાળા ના પિંડોલી ગામે જમીન ખેડવા બાબતે એક ઈસમ ને માર મારતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ

0
29તિલકવાળા ના પિંડોલી ગામે જમીન ખેડવા બાબતે એક ઈસમ ને માર મારતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ

તિલકવાળા : જુનેદ ખત્રી

પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી ધર્મેશભાઈ ભયલાલ ભાઈ બારીયા એ આપેલ ફરિયાદ મુજબ પોતાના ખેતરે ટ્રેકટર ખેડાણ કરતા હતા તે વખતે બપોરના સુમારે રણજીતભાઇ નાનજીભાઇ ભીલ નાઓ ટ્રેકટર લઇ આ કામના આરોપીઓના ખેતરમા ખેડાણ કરવા જવા માટે ફરીયાદીના ખેતરમા વચ્ચો વચ્ચ ટ્રેકટર ચલાવી લાવતા ફરીયાદીએ તેને પોતાના ખેતરમાંથી ટ્રેકટર લઇ જવાની ના પાડતા આ રણજીતભાઇ નાઓએ આ કામના આરોપીઓને જાણ કરતા આ કામના આરોપીઓ ૧) હીરાબેન ઇશ્વરભાઇ બારીયા(૨)મહેશભાઇ છગનભાઇ બારીયા (3) નિરૂબેન મહેશભાઇ બારીયા તમામ રહે પિન્ડોલી તા-તિલકવાડા જી-નર્મદા ફરીયાદીના ખેતરે આવી ફરીને ટ્રેકટર ઉપરથી નીચે ઉતારી આરોપી હિરાબેન ઇશ્વરભાઇ બારીયા નાઓએ ફરીનુ ગળુ દબાવી રાખી તથા આરોપી મહેશભાઇ છગનભાઇ બારીયા નઓએ ફરીને છાતીના ભાગે તથા માથાના ભાગે તથા નાકના ઉપર સાધારણ ઇજા કરી ઢિકાપાટુનો માર મારી તથા આરોપી નિરૂબેન મહેશભાઇ નાઓએ પોતાના હાથમાની લાકડી વડે સાથળના ભાગે બે-ત્રણ સપાટા મારી ગેબી ઇજા કરી ત્રણેય આરોપીઓને ફરી ને ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી આ બાબતે તિલકવાળા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here