ગરુડેશ્વર વગાડીયા ગામે મળેલ રૂઢિગત ગ્રામસભા બાબતે TDO અને સરપંચ ની વાત માં વિરોધાભાસ, વધુ એક વિવાદ ઉભો થાય તેવા એંધાણ

0
42ગરુડેશ્વર વગાડીયા ગામે મળેલ રૂઢિગત ગ્રામસભા બાબતે TDO અને સરપંચ ની વાત માં વિરોધાભાસ, વધુ એક વિવાદ ઉભો થાય તેવા એંધાણ

સરપંચ વિના ત્રાહિત વ્યક્તિ દ્વારા ગ્રામસભા બોલાવવામાં આવી હોવાનો તાલુકા વિકાસ અધિકારી નો ખુલાસો જ્યારે સરપંચ સાથે વાત કરતા પોતે હાજર હોવાની વાત કરી… સાચું કોણ ????

રાજપીપળા : જુનેદ ખત્રી

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ત્યાંના સ્થાનિક આદિવાસીઓ ના વિસ્થાપન તેમજ છ ગામના લોકોના પ્રશ્નો વિકટ બનતા જાય છે હાલમાંજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ ”વાગડીયા” ગામ લોકોએ રૂઢી-પ્રથા વાળી ગ્રામસભા બોલાવી બંધારણની જોગવાઈઓનું પાલન કરવા અને કરાવવા માટે અલગ અલગ ૨૫ જેટલા ઠરાવો કર્યા હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પાસે એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું જેમાં આદિવાસી હિન્દુ નથી ઉપરાંત બંધારણ ને ન માનનારા લોકો દેશદ્રોહી છે જેવા વાક્યો લખાયેલા હતા ત્યારે આ બોર્ડ અને નિગમ અને ગરુડેશ્વર મામલતદાર દ્વારા હટાવવામાં આવ્યું હતું ત્યાર બાદ વિવાદ વકર્યો હતો

આ બાબતે ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા એક પ્રેસનોટ જાહેર કરાઈ છે જેમાં જણાવ્યું છે કે વાગડિયા મુકામે તારીખ ૭. ૬ . ૨૦૨૧ ના રોજ ગામની રૂઢિપ્રથા વાળી ગ્રામસભા સરપંચ સિવાય ત્રાહિત વ્યક્તિ દ્વારા બોલાવવામાં આવી હતી જે ગુજરાત પંચાયત અધિનિયમ અને તે હેઠળ બનાવવામાં આવેલ નિયમ તથા કેન્દ્રીય પૈસા એક અને તે હેઠળ બનાવેલા નિયમો મુજબ ન હોવાની વાત કરવામાં આવી છે જેથી વિવાદ વકર્યો છે

બીજી બાજુ વાગડીયા ગામના સરપંચ વિનુભાઈ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તારીખ ૦૭.૦૬.૨૦૨૧ ના રોજ મળેલ રૂઢિગત ગ્રામસભા સમયે મેં રૂબરૂ હાજર હતો ઠરાવ માં મેં સહી પણ કરી છે મારી હાજરી માંજ રૂઢિગત ગ્રામસભા ની બોડી બનાવાઇ હતી અને તાલુકા વિકાસ અધિકારી જે કહે છે તે ખોટું છે તેમ તેઓએ જણાવ્યું હતું ત્યારે આગામી સમયમાં ગ્રામજનો આ બાબતે TDO પાસે ખુલાસો માંગશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here