ડાંગ જીલ્લામાં ખેડૂતોને આવક બમણી કરવા અંગેનું માર્ગદર્શન અપાયું…

0
50ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જીલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઇ ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ (ડાંગ) દ્વારા ડોકપાતળ અને બોરપાડા ગામ ખાતે કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જી.જી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને આવક બમણી કરવાનું માર્ગદર્શન અપાયું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી હર્ષદ પ્રજાપતિ, ડૉ. પ્રતિક જાવિયા અને ડૉ. સાગર પટેલ દ્વારા ડોકપાતળ ગામના ખેડૂતોને પાક ઉત્પાદન, બાગાયત અને પશુપાલનમાં આવક બમણી કરવા માટે માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવેલ હતી. બોરપાડા ગામ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી બીપીન વહુનિયા, શ્રી જીજ્ઞેશ ડોબરીયા તથા શ્રી શ્રેયાંસ ચૌધરી દ્વારા વિવિધ વિષય જેવા કે પાક સંરક્ષણ, ખેતીમાં યાંત્રિકરણ તથા કૃષિ હવામાન વિભાગનું ખેતીમાં મહત્વ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમો દરમ્યાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ દ્વારા જુદી જુદી વિસ્તરણ પ્રવૃત્તિઓ જેવીકે ડાયગ્નોસટીક વિઝીટ, પદ્ધતિ નિદર્શન, ફિલ્ડ વિઝીટ જેવી પ્રવૃતિઓ કરવામાં આવી.  આ કાર્યક્રમ દરમ્યાન આશરે ૨૦ થી વધુ ખેડુતોને આવક બમણી કરવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here