વિજાપુરના ખત્રીકુવા વિસનગર સ્ટેન્ડ પાછળ મોનીટરીંગ સેલ ગાંધીનગર પોલીસે રેડ કરતા વરલી મટકા જુગાર રમતા ૧૪ લોકો ઝડપાયા

0
42લો કરલો બાત વિજાપુર પોલીસ ના નાક નીચે જુગાર રમાતુ હોય ને પોલીસ ને જાણ નથી

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ રેડ પાડી ૧૪ લોકોને ઝડપી લઈ કાર્યવાહી કરી સ્થાનીક પોલીસ ઉંઘતી ઝડપાઇ

વિજાપુર શહેર ખત્રીકુવા કુમાર શાળા ની સામે અને પોલીસ મથક ની નજીક માં વરલી મટકા નો મોટા જુગારધામ ઉપર ગાંધીનગર થી આવીને મોનીટરીંગ સેલ ગાંધીનગરના અધિકારી સહીત ની ટીમે રેડ પાડીને ૧૪ જેટલા લોકોને સાધન સામગ્રી સાથે ઝડપી લેતા સ્થાનીક ઊંઘતી ઝડપાઇ હતી જુગાર માં મોટી રકમ હોવાની ચર્ચાઓ ને લઈને પોલીસ દોડતી જોવા મળી હતી જ્યારે મોડે સુધી મોનીટરીંગ સેલ પોલીસે પોતાની તપાસ ચાલી રાખી ફરીયાદ નોંધાવી હતી આ અંગેની મળતી માહીતી મુજબ ગાંધીનગર મોનીટરીંગ સેલ ના પીઆઇ આઈ ડી વાઘેલા ને પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર રેન્જ દ્વારા જુગાર પ્રોહીબિશન ના કેસો ને શોધીને ગુનાઓ થતા અટકાવવા ની સુચના મળતા પોતાની પોલીસ ટીમ સહીત પેટ્રોલીંગ માં નીકળ્યાં હતા તે દરમ્યાન ગાંધીનગર ઘ ૭ આવતા ખાનગીમાં બાતમી મળી હતીકે વિજાપુર તાલુકાના ખત્રીકુવા વિસ્તારમાં વિસનગર જવાના સ્ટેન્ડ પાછળ સનરાઈઝ બીઝનેસ સેન્ટર કોમ્પ્લેક્ષ ની બાજુમાં કુમાર શાળા ની સામે નટવર સિંહ રાઠોડ ખુલ્લામાં નાગેશ્વરી પાન પાર્લર ની આડ માં વરલી મટકા નો મોટો જુગાર ચલાવી રહયો છે જેમાં જુગાર ની હારજીત પાના સહીત નુ જુગાર પણ રમાય છે મોનીટરીંગ સેલ ગાંધીનગર ને મળેલી બાતમી ની હકીકત મેળવવા સારું તપાસ કરવામાં આવતા સ્થળ ઉપર ખુલ્લી જગ્યામાં કાળી ટાટ પતરી ની નીચે લોકો ટોળા વાળીને બેઠેલા તો કેટલાક ઈસમો પાનાઓ માં કઈક લખતા જણાયા હતા મોનીટરીંગ સેલ એસઆરપી સહિત રેડ કરવા ઉતરતા જ પોલીસ ની બુમ પડતા ધમાચકડી મચી જવા પામી હતી પોલીસે સ્થળ ઉપર થી ૧૪ જણા ૧ નટવરસિંહ રામસિંહ રાઠોડ ૨ મહેશકુમાર ઉર્ફે મહારાજ મણિલાલ રાવલ ૩ વિજયસિંહ નટવરસિંહ રાઠોડ ૪ અબ્દુલમલિક અબ્દુલ જલીલ સૈયદ ૫ શંકરભાઇ રવજીભાઇ ચૌધરી ૬ મહેન્દ્રકુમાર ઈશ્વરભાઇ દરજી ૭ દીનેશજી નાગજી ઠાકોર ૮ બીપીનભાઈ જ્યંતીભાઈ પટેલ ૯ તેજસ સુભાષભાઇ શાહ ૧૦ દીનેશભાઇ મહાદેવભાઈ પટેલ ૧૧ નરેન્દ્રસિંહ ઉર્ફે નીલેશ જોગાજી વિહોલ ૧૨ તખાજી અરજણજી ઠાકોર ૧૩ ગોપાલ સિંહ વજેસિંહ ઠાકોર ૧૪ ભીખાજી હેમતાજી ઠાકોર સહીત ની અટકાયત કરી સ્થળ ઊપર થી જુગાર ની રોકડ રકમ રૂપિયા ૫૫૩૫૦/-(પંચાવન હજાર ત્રણસો પચ્ચાસ ) મોબાઈલ ફોન નંગ ૧૪ (ચૌદ ) રૂપિયા ૩૪૦૦૦/-(ચોત્રીસ હજાર ) મોટર સાયકલ નંગ ૩ (ત્રણ ) ૯૦૦૦૦/- (નેવું હજાર) કુલ મુદ્દામાલ રૂપિયા ૧૭૯૩૫૦/- (એક લાખ અગનાએંશી હજાર ત્રણસો પચ્ચાસ રૂપિયા નો જપ્ત કરી પોલીસ મથકે લાવી ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે જોકે અત્રે ઉલ્લેખનીય છેકે થોડા દિવસો અગાઉ આજ સ્થળ ઉપર ઇન્ચાર્જ પીઆઇ આરજી ચૌધરી એ રેડ પાડીને આરોપી નટવર સિંહ રાઠોડ ને ઝડપી ફરીયાદ નોંધાઇ હતી તેના અરસા બાદ નટવર સિંહ એ ફરી એજ જગ્યાએ વરલી મટકા નો જુગાર ધમધમવ્યો હતો મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા રેડ પાડીને મોટી રકમ સાથે જુગાર રમતા ઝડપી લેતા પોલીસ ની કામગીરી ઉપર ઘણા પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here