કાલોલના ઉતરેડિયા ગામે વીજ કનેક્શન મેળવવા માટે મહિલાને ધરમધક્કા ખવડાવતુ જીઈબી તંત્ર

0
45પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
તાલુકાના ઉતરેડીયા ગામ માં નવી વસાહત ખાતે પોતાના ખેતરમાં બનાવેલ સર્વે નં ૨૯૪ મકાન નં ૩૨૪ વાળા મકાન માં નવું વીજ કનેક્શન લેવા માટે વિધવા મહિલાને નવ નેજા માં આવી ગયા હોવાની માહિતી મળી રહેલ છે પ્રાપ્ત માહિતી મુજબ કલોલ તાલુકાના ઉતરેડિયા ગામ મા રહેતા કાંતાબેન નરેન્દ્ર ભાઈ પંચાલ કે જેઓએ કાલોલ જીઈબી માં માર્ચ માસમાં નવા વીજ કનેક્શન માટે અરજી કરી હતી જેમાં પ્લાન્ટ એસ્ટીમેન્ટ કર્યા બાદ જવાબદાર અધિકારી દ્વારા બનાવી આપતા રૂ ૧૩૦૫૦ સર્વિસ કનેક્શન એસ્ટીમેટ ચાર્જ તથા રૂ ૫૫૧ સિક્યુરિટી ડિપોઝિટ એમ કુલ મળીને રૂ ૧૩,૬૦૧/ ગત તા ૧૬/૦૪/૨૧ ના રોજ જમા કરાવી દીધા છે ત્યારબાદ વારંવાર કાલોલ ખાતેની એમ.જી.વી.સી.એલ કચેરીમાં ધક્કા ખાતા બે-ત્રણ દિવસમાં થઇ જશે તેઓ જવાબ મળી રહ્યો છે પરંતુ કોઈક કારણસર હજી પણ આ મહિલાને નવું વીજ કનેક્શન આપવામાં આવતું નથી મહિલા ના સગા સંબંધીઓ દ્વારા પણ વારંવાર એમજીવીસીએલ કાલોલની કચેરીમાં રજૂઆત કરવા છતાં પણ હજી સુધી આ મહિલાના ઘરે વીજ કનેક્શન પૂરું પાડવામાં આવ્યું નથી એક તરફ સરકાર જ્યોતિગ્રામ યોજના જાહેર કરી ઘરે ઘરે ગામે ગામે વીજળી આપવાની જાહેરાત કરે છે બીજી તરફ સરકારી અધિકારીઓ દ્વારા સરકારની યોજનાઓ ને ટલ્લે ચઢાવી દેવામાં આવે છે તેવા સંજોગોમાં આ મહિલાને વીજ કનેક્શન મળશે ખરૂ તેવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here