ગોધરા એલસીબી પોલીસે ચોરી કરેલી ઈકોકારના ચેચીસ-એન્જીન બદલીને વેચવાની પેરવી કરતા છ ઇસમોને ઝડપી પાડ્યા

0
34પંચમહાલ.ગોધરા
રિપોર્ટર. કાદિરદાઢી

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા ચોરીની ઇકોવાનના ચેચીસનંબર તેમજ એન્જીન બદલીને તેનો સાચા ઉપયોગ કરી તેમજ વેચાણની પેરવી કરે તે પહેલા છ ઈસમોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા.આ મામલે જીલ્લા પોલીસવડાની કચેરી
ખાતે પત્રકાર પરિષદનુ આયોજન કરવામા આવ્યુ હતૂ.જેમા વીગતો જણાવામા આવી હતી.

બે માસ પહેલા ગોધરા શહેરમાથી જૂદી જુદી જગ્યાઓ પરથી ઈકોગાડીઓની ચોરીઓ થયેલી હતી.આ ઇકોગાડીઓ ચોરી કરવામાં (૧) તૌફીક ઉર્ફ પેન્ટર બિસમીલ્લા(૨) સીરાજ મહમંદ હનીફ(૩) હસન ગુલજાર પઠાણ (૪) નાવેદ ઉર્ફ નીકુ પઠાણ સહિતના ભેગા મળીને ચોરીઓ કરીને ઇકોગાડી સંતાડી રાખીને તેઓના મિત્ર (૫)સોયેબ હૂસેન સૂઠીયા જે અમદાવાદ રોડ પર ગાડી રીપેરની દૂકાન ચલાવે છે.ત્યા આ પાચેય ઈસમો પુર્વ ચોરી લાવેલી ઈકો ગાડીઓના એન્જીન તથા ચેચીસ નંબર સહિત રજીસ્ટ્રેશન બદલવાની કામગીરી કરી રહ્યા હતા.જેમા એક ઇકો જુની ગાડી રાજેશકુમાર પટેલ રહે કશનપુર તા-મોરવા હડફ પણ લઇને આવ્યો હતો.તેમજ ગેરેજના માલિક સોયેબે અકસ્માત થયેલી ગાડી હરાજીમાં મેળવી હતી.જેમા અકસ્માત થયેલી ઇકોવાન તેમજ (૬) રાજેશ પટેલ લઇને આવેલા જુની ગાડીના એન્જીન તેમજ ચેચીસનંબરો બદલી ચોરી કરી લાવેલી ઇકો ગાડીમાં નાખીને જુની ગાડીના રજીસ્ટ્રેશન કાગળો પર ફેરવા અને ચોરી થયેલી ગાડીનો ઉપયોગ કરીને વેચવા માટેની કોશીષ કરવામા આવે તે પહેલા તેઓ ગોધરા એલસીબીના હાથે પકડાઈ ગયા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here