ગુજરાત ફલોરોકેમિકલ્સ લિમિટેડ રણજીત નગર દ્વારા આસપાસના ગામોમાં પશુપાલકોના ઘરઆંગણે પશુ નિદાન અને સારવાર કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું.

0
34પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

ગુજરાત ફલોરોકેમિકલ્સ લિમિટેડ રણજીતનગર દ્વારા મૂંગા પશુઓના આરોગ્યને લઇને સતત ચિંતિત રહી છે. જેમાં રણજીતનગર સહિત આસપાસના ગામોમાં હાલ કોરોના રોગચાળા દરમિયાન સરકારના નિયમો નું પાલન કરી સામાજિક દુરી ને ધ્યાનમાં રાખી પશુપાલકોના ઘર આંગણે પશુ રોગ નિદાન અને સારવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પશુપાલકોના પશુઓનું આરોગ્ય સચવાય, પશુઓના પ્રજનન ક્ષમતા માં સુધારો થાય તેમજ તેમના દ્વારા પશુપાલક મહત્તમ દૂધ ઉત્પાદન કરી આર્થિક અને સામાજિક રીતે આગળ વધે તેમજ પશુપાલન વ્યવસાયને નફાકારક પશુપાલન વ્યવસાય તરફ લાવવા ગુજરાત ફ્લોરોકિકલ્સ લિમિટેડ રણજીતનગર દ્વારા ઘર આંગણે પશુપાલકોના પશુઓને સારવાર મળી રહે તે માટે ડોક્ટર દ્વારા પશુઓ નું નિદાન કરી અને સારવાર આપવામાં આવી.જેમાં ઉથલા મારતા પશુઓની તપાસ તથા સારવાર , જીંગોડા અને ઇતડી ની સારવાર, ગરમીમાં ન આવતા પશુઓની સારવાર, પશુઓમાં કૃમિના ઉપદ્રવ ની સારવાર પશુઓનો પૂરતો વિકાસ ના હોય દુધાળા પશુ હોય તેમની સારવાર, બીમાર પશુઓની સારવાર, વાછડા અને પાડી ઓને પાતળા ઝાડા તેમજ પેટની બીમારી ની સારવાર,ચામડી પર રસોળી, ખરજવું જેવા રોગોનું નિદાન અને સારવાર આપવામાં આવી. આમ રણજીત નગર ગામમાં ૬૨ પશુઓ, નાથકુવા ગામમાં ૧૩૬ પશુઓ, કંકોડાકુઈ ગામમાં ૯૭ પશુઓ જીતપુરા ગામમાં ૬૬ પશુઓને ઉપરોક્ત મુજબ સારવાર આપવામાં આવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here