જામનગરમા તપાસ કરવાની લાંચ માંગનાર મહિલા પીએસઆઇ ચાર દિવસે ઝડપાયા-

0
51


જામનગરમા તપાસ કરવાની લાંચ માંગનાર મહિલા પીએસઆઇ ચાર દિવસે ઝડપાયા-ACB રીમાન્ડ માંગશે

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

જામનગરમા તપાસ કરવાની લાંચ માંગનાર મહિલા પીએસઆઇ ચાર દિવસે ઝડપાયા છે અને એસીબી જરૂરી કાર્યવાહી બાદ રીમાન્ડ પણ માંગશે તે દિશામા કાર્યવાહી આગળ ધપાવનાર છે

ચાર દિવસ પૂર્વે જામનગર મહીલા પોલીસ મથકના પીએસઆઇ ઉમાબેન ભટ્ટ વતી અને તેના કહેવાથી 5000ની લાંચ લેતા પોલીસ મથકનો ડ્રાઈવર દિવ્યરાજસિંહ ઝાલા ઝડપાયો હતો અને ઉમાબેન ભટ્ટ એસીબીને મળી આવ્યા નહોતા જે બાદ આ મામલે એસીબીએ તપાસ દરમિયાન જામનગર મહિલા પોલીસ મથકના પીએસઆઈ ઉમાબેન ભટ્ટની આજે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે,

અત્રે એ મહત્વનું છે કે થોડા સમય પૂર્વે એક પોસ્કોનો ગુન્હો દાખલ થયેલ તેની તપાસ મહિલા પોલીસ મથકના મહિલા પીએસઆઈ ઉમાબેન ભટ્ટ કરી રહ્યા હતા અને તેવોએ ફરિયાદીના પરિવાર પાસેથી તમારી સાળીની તપાસ કરીએ છીએ ખર્ચાના પૈસા જોશે તેમ કહી 5000ની લાંચ માંગી હતી અને તે લાંચ લેતા પીએસઆઈ વતી ડ્રાઈવર ઝડપાયો હતો. અને આજે આ મામલે પીએસઆઈ ઉમાબેન ભટ્ટની ધરપકડ કરી તેનું નિવેદન લીધા બાદ રિમાન્ડ રીપોર્ટ સાથે કોર્ટમાં રજુ કરવા અંગેની કાર્યવાહી એસીબી ખાતે ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here