વાહનચોરીના કેસમાં છેલ્લા ૧ વર્ષથી ફરાર થયેલ આરોપીને પકડી પાડતી જુનાગઢ પેરોલ ફર્લો સ્કોડ

0
40વાહનચોરીના કેસમાં છેલ્લા ૧ વર્ષથી ફરાર થયેલ આરોપીને જૂનાગઢના જોષીપરા વિસ્તારમાંથી પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લૉ સ્કોડ

જુનાગઢ : પોલીસ અધીક્ષક રવીતેજા વાસમશેસેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લા મા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ પેરોલ જંપ આરોપી તથા વચગાળાના જામીન પરના ફરાર આરોપીઓને ડ્રાઈવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા તથા આરોપીઓ શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્કોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સૂચના આપેલ જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ શ્રી એચ.આઇ.ભાટીના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લૉસ્કોડના એ.એસ.આઇ. પ્રદીપભાઈ ગોહિલ તથા પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા તથાં પો.કોન્સ પ્રકાશભાઈ અખેડ પો.કોન્સ સંજયભાઈ ખોડભાયાની ટીમ દ્વારા ખાનગી રાહે હકીકત મળેલ કે જૂનાગઢ બી, ડીવીઝન ઇ.પી.કો.કલમ ૩૭૯ નો આરોપી ચિરાગ જયેશ ભાઈ મલ્લી ઉ.વ ૩૦ રે. મુળ માણાવદર હાલ રાજકોટ શાપર વેરાવળ વાળો જૂનાગઢ જોષી પરા વિસ્તારમાં આવેલ શાક માર્કેટ પાસે આટા ફેરા મારે છે જેને પકડી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સોપવામાં આવેલ હતો.
અહેવાલ : ભરત બોરીચાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here