નકલી સોનાની બંગડીઓ પર ગોલ્ડ લોન લેવા પહોંચ્યા મેઘરજના બે ચીટરો જેલ હવાલે : માલપુર IIFL ફાયનાન્સ બ્રાન્ચના મેનેજરની સતર્કતા  

0
112 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

નકલી સોનાની બંગડીઓ પર ગોલ્ડ લોન લેવા પહોંચ્યા મેઘરજના બે ચીટરો જેલ હવાલે : માલપુર IIFL ફાયનાન્સ બ્રાન્ચના મેનેજરની સતર્કતા

સોનાના દાગીના પર ગોલ્ડ લોન અનેક બેંક આપી રહી છે કેટલીક કંપનીઓતો ફક્ત ગોલ્ડ લોન આપી રહી છે ગોલ્ડ લોન આપતી બેંક અને ખાનગી કંપનીઓમાં અનેક વાર કંપની કે બેંકના કર્મચારીની મીલીભગત થી નકલી સોના પર ધીરાણ ધરવામાં આવ્યા હોવાના અનેક કૌભાંડ બહાર આવ્યા છે કેટલાક ચીટર લોકો પણ નકલી સોનાં સામે ધીરાણ મેળવી ચીટીંગ કરી રહ્યા છે ત્યારે માલપુરની IIFL ફાયનાન્સ બ્રાન્ચ પર નકલી સોનાની બંગડીઓ પર ધિરાણ મેળવવા પહોંચેલા બે મેઘરજના ચીટરોનો પર્દાફાશ બ્રાન્ચના મેનેજરની સતર્કતા થી થતા બંને ચીટરોને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે માલપુર પીઆઈ એફ.એલ.રાઠોડે બંને સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

માલપુર IIFL ફાયનાન્સ બ્રાન્ચ ગોલ્ડ પર લોન આપતી હોવાથી મેઘરજના ઇશાક મુસાભાઇ મેઘરજીયા અને સદ્દામહુસેન ભીખાભાઇ પટેલ નામના બે ચીટરો નકલી સોનાની બંગડીઓ લઇ લોન લેવા માટે પહોંચ્યા હતા અને સોનાની નકલી બંગડી અસલી હોવાનું જણાવી લોન લેવા માટે કામગીરી હાથધરી હતી ત્યારે બ્રાન્ચ મેનેજરને સોનાની બંગડીઓ નકલી જણાતા સોની પાસે તપાસ કરાવતા નકલી બંગડી હોવાનો પર્દાફાશ થતા બ્રાન્ચને ચૂનો લગાવવા આવેલા બંને ચીટરોને કામમાં વ્યસ્ત રાખી માલપુર પોલીસને જાણ કરતા પીઆઈ એફ એલ રાઠોડ તાબડતોડ બ્રાન્ચ પર પહોંચી બને ચીટરોને દબોચી લેતા બંને ચીટરોનો હોશકોશ ઉડી ગયા હતા માલપુર પોલીસે વીમલકુમાર હીરાભાઈ શર્માની ફરિયાદના આધારે   ઇશાક મુસાભાઇ મેઘરજીયા અને સદ્દામહુસેન ભીખાભાઇ પટેલ (બંને,રહે,મેઘરજ) વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here