દાહોદ જિલ્લામાં આંગણવાડીના ૧ લાખથી વધુ બાળકોને બે જોડી ગણવેશ અપાશે

0
39 

રિપોર્ટર-જુનેદ ઇશાકભાઈ પટેલ-ફતેપુરા(દાહોદ)

મંત્રી શ્રી બચુભાઇ ખાબડે બાળકોને ગણવેશ આપીને જિલ્લામાં ગણવેશ વિતરણનો આરંભ કરાવ્યો

સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત દાહોદ ખાતે કાર્યક્રમ યોજાયો

મંત્રી શ્રી બચુભાઇ ખાબડએ આ પ્રસંગે જણાવ્યું કે, બાળકો દેશનું ભવિષ્ય છે. બાળકોના સંપૂર્ણ વિકાસ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ખૂબ જરૂરી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકો માટે ગણવેશની ખૂબ સુંદર પહેલ કરી છે. તેનાથી બાળકોમાં આંગણવાડીમાં જવા માટે નવા ઉત્સાહનો સંચાર થશે. બાળકો એકસરખા ગણવેશ પહેરીને દરરોજ આંગણવાડી આવે તેનાથી શિસ્તતા અને નિયમિતતા જેવા ગુણ કેળવાશે. દાહોદના આંગણવાડીના ૧૦૮૬૫૭ બાળકો બે જોડી નવા ગણવેશ આપવામાં આવશે. કોરોનાકાળમાં આંગણવાડી કાર્યકતાઓએ કરેલી સેવાનો વિશેષ ઉલ્લેખ કરીને તેમની કામગીરી માટે તેમને અભિનંદન આપું છું અને તેમના સેવાયજ્ઞને બિરદાવું છું.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મહિલાઓ અને બાળકોના વિકાસને ધ્યાને રાખીને અલગ વિભાગ શરૂ કર્યો હતો. સરકાર મહિલાઓ અને બાળકોના વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આંગણવાડીના બાળકો માટે ગણવેશની શરૂઆત કરીને સુંદર પહેલ કરી છે, તેનાથી બાળકોમાં અનોખો આત્મવિશ્વાસ આવશે અને આંગણવાડીમાં જોમઉમંગ સાથે આવવા પ્રેરાશે.
કાર્યક્રમમાં ગરબાડાના ધારાસભ્ય સુ શ્રી ચંદ્વિકાબેન બારીયા, ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ સુ શ્રી શીતલબેન વાઘેલા, નગરપાલિકા પ્રમુખ સુ શ્રી રીનાબેન પંચાલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી સરતનભાઈ ચૌહાણ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, ડીઆરડીએ નિયામક શ્રી સી.બી.બલાત,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર.ડી. પહાડિયા આઇસીડીએસ વિભાગના પ્રોગામ ઓફિસર સુ શ્રી રમીલાબેન ચૌધરી,નાયબ પશુપાલન અધિકારી ડો કમલેશ ગોસાઈ સહિતના અધિકારીઓ, આંગણવાડી કાર્યકતા ઉપસ્થિત રહ્યાં હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here