દેવગઢ બારિયા ના જામરણ ગામથી નાડાતોડ ને જોડતા રસ્તા પર ડગલેને પગલે ખાડા

0
43રિપોટર.અજય.સાંસી

દેવગઢ બારિયા ના જામરણ ગામથી નાડાતોડ ને જોડતા રસ્તા પર ડગલેને પગલે ખાડા,,,

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જામરણ ગામેથી સિંગલ પટ્ટી રોડ જે નાડાતોડ હનુમાન મંદિર પાસે નીકળે છે,,
આ રસ્તો જામરણ નિશાળ ફળિયા થી જામરણ પુજારા ફળિયા સુધી લગભગ એક થી દોઢ કિલોમીટરના અંતર છે જ્યાં ડગલેને પગલે ખાડા જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં હજી સુધી એનો કોઈ ઉકેલ આવ્યો નથી,,
ઉપરાંત આ પૂજરા ફળીયા નજીક ખાડા પડેલ છે જ્યાં ખાડા ને ટાળવા જતા વાહન ચાલકો ગંભીર રીતે ગાડીઓ પરનું કાબુ ગુમાવતા એક્સિડન્ટ નો મહોલ સર્જાઇ છે,,
જામરણ તેમજ નાડાતોડ ના સ્થાનિક રહીશોને અવર-જવર માટે માત્ર આ એક જ સીંગલપટ્ટી રસ્તો છે એ રસ્તા પરથી આ બંને ગામના સ્થાનિક રહીશોને તેમજ આજુબાજુના ગામના રહીશોને ઘરવખરી કરિયાણું માલસામાન લેવા જવા માટે મોટી મુશ્કેલી ભોગવવી પડે છે,,
સ્થાનિક ગ્રામજનો તેમજ વાહનચાલકો દ્વારા તંત્ર સામે માર્ગનું નવીનીકરણ અથવા હાલ ચોમાસા પૂરતું રીપેરીંગ થાય તેવી અપીલ સાથે લોક માગણી ઉઠવા પામી છે,,
જોકે આગળ ચોમાસાની ઋતુ આવતી હોય અને આ રસ્તાનું નવીનીકરણ કે રીપેરીંગ સમયસર ના થાય તો આ માર્ગની હાલત વરસાદી પાણીને લઇ સંપૂર્ણ ભયજનક અને દયનિય થશે તે નક્કી છે….LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here