સાપુતારા ઘાટ માર્ગે બે આઇસર ટ્રક ચાલકો સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટાયા

0
36







  1. ડાંગ:- મદન વૈષ્ણવ

    ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં એક સ્થળે કોબીજનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો પલ્ટી મારી ગયો.જ્યારે બીજા સ્થળે ચોખાનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો માર્ગની સાઈડનાં ભેખડ સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયા હતા…
    પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નાસિક તરફથી કોબીજનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે બનાવમાં આઈસર ટેમ્પો સહીત કોબીજનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.જ્યારે બીજા બનાવમાં મહારાષ્ટ્રનાં સટાનાથી ચોખાનો જથ્થો ભરી નવસારી તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.એમ.એચ.18.બી.જી.1222 જેનો પણ માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટેમ્પો માર્ગની સાઈડનાં ભેખડ સાથે ભટકાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં આઈસર ટેમ્પાનાં ક્લીનર સાઈડ મોટુ નુકસાન થયુ હતુ…



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here