જૂનાગઢના પ્રોહી બુટલેગર ગુન્હેગારને પાસા હેઠળ સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે ધકેલાયો

0
46 

જૂનાગઢ : રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી ની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા ગેરકાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ , જૂનાગઢના ઇચા . પો.ઇન્સ.એચ.આઇ.ભાટી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટર સૌરભ પારઘી તરફ પોલીસ અધિક્ષક મારફત મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લા કલેકટરશ્રી જૂનાગઢ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત જૂનાગઢ જિલ્લાના બિલખા વિસ્તારના પ્રોહી બુટલેગર રણજીતભાઇ બાવકુભાઇ નાઝભાઇ નું પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ . જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના ઇચા.પો.ઇન્સ. એચ.આઇ.ભાટી સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. ડી.જી.બડવા તથા પો . હેડ કોન્સ . વિક્રમભાઇ ચાવડા તથા પો.કોન્સ . સાહિલભાઇ સમા સતત વોચ તપાસમાં હતા દરમ્યાન આજરોજ બિલખા પો.સ્ટે . પો.કોન્સ . સુમીતકુમાર ગોવિંદભાઇ રાઠોડ તથા રાણાભાઇ જેઠાભાઇ નંદાણીયાને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે , સદર પાસા વોરન્ટના આરોપી બાવકુભાઇ નાઝભાઇ બસીયા કાઠી જૂનાગઢવાળો હાલ તેના રહેણાંક મકાન નજીક હોવાની બાતમી હકિકત આધારે સદર જગ્યાએ તપાસ કરતા હાજર મળી આવતા હસ્તગત કરી કોવીડ -૧૯ ટેસ્ટ નેગેટીવ આવતા અટક કરી સેન્ટ્રલ જેલ , લાજપોર , સુરત ખાતે મોકલી આપવામાં આવેલ હતો.

અહેવાલ : ભરત બોરીચાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here