પંચમહાલ: ઘોઘંબા તાલૂકાના ગોયાસુંડલ ગામે દિપડાના જીવલેણ હુમલામાં બાળકનો આબાદ બચાવ.

0
31પંચમહાલ.ઘોઘંબા

રિપોર્ટર. કાદિરદાઢી

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ગોયાસુંડલ ગામના તરવરીયા ફળીયામાં વહેલી સવારે દિપડાએ સાત વર્ષના બાળક પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.બાળકે બુમાબુમ કરતા તેના પરિવારના અને આસપાસના લોકો આવી પહોચતા દિપડો જંગલમા નાસી છૂટ્યો હતો.ઘાયલ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.

ઘોઘંબા તાલૂકાના ગોયાસુંડલ ગામમા ફરી એકવાર દિપડાએ બાળક પર હુમલો કરતા સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.તરવરિયા ફળીયામાં રહેતો બાળક વિપુલ બારીયા જ્યારે ઘરની બહાર હતો.તે સમયે એકાએક જંગલમાથી આવેલા દિપડાએ ગળાના ભાગ પર હૂમલો કરીને ખેચી જવાનો પ્રયાસ કર્યો હતો.બાળકે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવતા દીપડો બાળકને લોહીલુહાણ કરીને જંગલ તરફ ભાગી ગયો હતો.ત્યારબાદ બાળકને ૧૦૮ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો.અત્રે નોંધનીય છેકે જીલ્લાના ઘોઘંબા તાલુકામા દિપડાઓની માનવોની હુમલાની ઘટના મહિનાઓ પહેલા પણ બની છે.એક બનાવમા તો દિપડાએ નાના બાળકને જંગલમા ખેચી ગયો હતો.બાળક ગંભીર રીતે ઘાયલ થતા બાળકનૂ મોત થયૂ હતૂ.ત્યારબાદ દિપડાની દહેશત નાથવા ગોયાસુંડલ સહિતના આસપાસ દિપડાની અવરજવરવાળા વિસ્તારોમાં વનવિભાગ દ્વારા પાંજરા મૂકવામા આવ્યા હતા.જેમા બે દિપડાઓ પાંજરે પકડાયા હતા.ત્યારબાદ ફરી મહિનાઓ બાદ દિપડા દ્વારા હુમલાની ઘટનાએ ફરી દહેશતનો માહોલ સર્જ્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here