નર્મદા જિલ્લાના ધીરખાડી પાસે જાહેરમાં જુગાર રમતા છ ઈસમોની ધરપકડ.

0
55નર્મદા –
રિપોર્ટ -અનીશખાન બલુચી

નર્મદા જિલ્લાના ધીરખાડી પાસે જાહેરમાં જુગાર રમતા છ ઈસમોની ધરપકડ.

 

હરિકૃષ્ણ પટેલ પોલીસ મહાનિરીક્ષક વડોદરા અને ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નર્મદા ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાણી દુધાત સાહેબની દોરવણી હેઠળ પ્રોહીબીશન જુગારની પ્રવૃત્તિ ને નેસ્તો નાબૂદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન ના આધારે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. શુક્લા સાહેબ ના સુપરવિઝન હેઠળ જુગારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ ડામી દેવાની સૂચના અને માર્ગદર્શન ને આધારે આજે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આઈ.શેખ સાહેબ ને બાતમી મળેલ કે ધીરખાડી ગામે ખુલ્લામાં પત્તાપાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે ધીરખાડી જતા કેટલાક ઇસમો ખુલ્લામાં નજીક કુંડાળું વળી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા હોય તેમને પકડી પકડાયેલા ઈસામોની તલાસી લેતા 12910/તેમજ દાવ ઉપરના રૂ.2420/ મળી કુલ રૂ.15330/ તેમજ એક ફોરવહિલ ગાડી જેની કિંમત રૂ.1,50,000/તથા એક મોટરસાઇકલ હોન્ડા સાઈન જેની કિંમત રૂ.35000/ મળી કુલ રૂ.2,00,330/ નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરોધ જુગાર ધારા કલમ 12 તેમજ ઈ. પી. કો કલમ 269, 188 મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here