દાહોદ જિલ્લા ના લીમખેડામાં નબળી ગુણવત્તાના ઘી વેચતા દુકાનદાર-સપ્લાયર-ઉત્પાદક સામે કડક કાર્યવાહી

0
28રીપોર્ટર-જુનેદ ઇશાકભાઈ પટેલ ફતેપુરા (દાહોદ)

લીમખેડા, તા. ૩૦ : લીમખેડામાં નબળી ગુણવત્તાનું ઘી વેચાણ કરતા દુકાનદાર, સપ્લાયર તેમજ ઉત્પાદકને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં દુકાનદાર તેમજ સપ્લાયરને રૂ. ૧૦-૧૦ હજાર તેમજ ઉત્પાદકને ૧.૩૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
આ કેસની વિગત એવી છે કે, દાહોદના લીમખેડા તાલુકામાં આવેલી રામદેવ કિરાણા સ્ટોર પરથી દાહોદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફટી ઓફીસર શ્રી એન.આર. રાઠવાએ ‘સોરઠ ગાયનું ઘી’ – ૨૦૦ મીલી પેક બોટલનો નમુનો પૃથ્થકરણ કરવા ફુડ એનાલીસ્ટ વડોદરાને મોકલવામાં આવ્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here