જામનગરમા ફ્લાયઓવરના મહત્વકાંક્ષી ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થવાની શરૂઆત

0
55


જામનગરમા ફ્લાયઓવરના મહત્વકાંક્ષી ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થવાની શરૂઆત

સૌરાષ્ટ્રના સૌથી મોટા અને શહેરની મધ્યના પોણાચાર કી.મી.ના બ્રીજથી ટ્રાફીક પર્યાવરણ નિયમન થશે

મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ની મંજુરી સાંસદ મંત્રીઓ મેયરસહિતના પદાધીકારીઓની જહેમતજામનગર કોર્પોરેશનના કમીશનર સીટી એન્જી. પ્રોજેક્ટ પ્લાનીંગ કા.ઇ.દ્વારા કાર્યવાહી

 

 

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

જામનગરમા ફ્લાયઓવરના મહત્વકાંક્ષી ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થવાની શરૂઆત થઇ ગઇ છે અને આ સૌરાષ્ટ્રના સૌથી મોટા અને શહેરની મધ્યમાથી પસાર થનારા પોણાચાર કી.મી.ના બ્રીજથી ટ્રાફીક પર્યાવરણ નિયમન થશે તેવુ આયોજન થયુ છે

આ પ્રોજેક્ટમાટે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ની મંજુરી મળી ગઇ છે તેમજ પ્રોજેક્ટ કોસ્ટનો પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ પણ સરકારે રીલીઝ કર્યો છે જામનગરમા આ પ્રોજેક્ટઝડપથી સાકાર થાય તે માટે જામનગરના જ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા)સંસદસભ્ય પૂનમબેન માડમ પહેલેથી જ જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ મેયર બીનાબેન કોઠારી સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન મનીષ કટારીયા ડેપ્યુટીમેયર તપન પરમાર શાસકપક્ષના નેતા કુસુમબેન પંડ્યા દંડક કેતન ગોસરાણી સહિતના પદાધીકારીઓની સંકલીત જહેમત સરાહનીય છે અને સીએમ થી માંડી આ સૌ વિકાસ કાર્ય ઝડપી થાય તે માટે જહેમત ઉઠાવે છે જે માટેચજામનગર કોર્પોરેશનના કમીશનર વિજય ખરાડીનુ સઘન તલસ્પર્શી માર્ગદર્શન તથા સીટી એન્જી. શૈલેષ જોશીના એક્સપર્ટાઇઝેશન ના બેનીફીટ સાથે કોર્પોરેશન ની પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાના કાર્યપાલક ઇજનેર ભાવેશ જાની અને તેમના સ્ટાફના સૌ ટેકનીકલ વહીવટી સ્ટાફ આ વિકાસ કાર્ય માટે કામગીરી કરી રહ્યા છે એકંદર કમીશનર ખરાડી નુ ધ્યેય છે તેમ સતાપાંખ અને લગત વહીવટી પાંખ સૌરાષ્ટ્ર ના સૌથી મોટા ફ્લાયઓવર બ્રીજ માટે ટીમ જામનગર બની કાર્યરત છે

 

જામનગર શહેરમાં નવનિર્મિત થનારા રૂ.198 કરોડના ફલાયઓવર સહીત શહેર અને જીલ્લાના વિવિધ વિભાગઓના રૂ.578 કરોડમાં વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ મુખ્યમંત્રીના હસ્તે યોજાયા તેમાં આ ફ્લાયઓવર જામનગરની આગવી ઓળખ બનાવનાર પ્રોજેક્ટ ગણાય છે કેમકે ખુદ મુખ્યમંત્રીએ આ બ્રીજ નુ મહત્વ જણાવી સૌરાષ્ટ્રનો સૌથી મોટો બ્રીજ ગણાવતા કોર્પોરેશન ના પ્રોજેક્ટ પ્લાનીગની મહેનત સફળ થઇ છે

સુભાષ બ્રીજ થી સાત રસ્તા સર્કલ સુધી ઈન્દીરા ગાંધી માર્ગ ઉપર ચાર માગીય એલીવે ટેડ ફ્લાય ઓવર બ્રીજ બનાવવાનુંકામ 3.4 કિ.મી.નુ છે જે ૧૯૮ કરોડના ખર્ચે થશે અને અંકલેશ્ર્વરની પાર્ટી રચના કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામા આવશે

ટેકનીકલ અને વ્યવહારૂ મહત્વથી જોઇએ તો ઈન્દિરા ગાંધી માર્ગ શહેરનો સૌથી વિકસીત તથા લાંબો આર્થિક ધોરી માર્ગ છે. સુભાષ
સર્કલ થી સાત રસ્તા સર્કલ સુધી આ માર્ગ આશરે 3.4 કી.મી.ની લંબાઈ ધરાવે છે. તથા 30 મી.ની પહોળાઈ ધરાવે છે.સૌથી અગત્યતા કોમર્શીયલસેન્ટરો, હોસ્પિટલ, ઓફિસ કોમ્પલેક્ષ વગેર આ રસ્તા પર આવેલા છે.તેના ઉપર આવેલા જંકશનો જેવા કે અંબર સિનેમા સર્કલ, ગુરૂદ્વારા સર્કલ, નર્મદા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સવાર-સાંજના પીક અવર્સ દરમ્યાન જોવા મળે છે.

· માટે ફ્લાય ઓવર બ્રીજની રચના કરવાથી સુભાષબ્રીજ બાજુથી પ્રવેશતા વાહનો દવારકા રોડ તથા જી.આઈ.ડી.સી. રોડ તરફ કોઈપણ અડચણ વગર, ઝડપથી અને સલામતી પૂર્વક આઈ.જી. રોડ ઉપર જઈ શકશે માટે આ તમામ જંકશનો પાર કરતો તેમજ સાત રસ્તા સર્કલ પાર કરતો ફલાય ઓવર બાંધવાની જરૂરીયાત હતી તે અંતે મંજુર થઇ છે

મહત્વનુ એ છે કે જામનગરની આ તાતી જરૂરીયાત સાકાર થાય તે માટે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી જામનગરના જ મંત્રીમંડળના બંને મંત્રીઓ જામનગરના સંસદસભ્ય કોર્પોરેશન ના પાંચેય પદાધીકારીઓ કમીશનર સીટી ઇજનેર પ્રો. પ્લાનીંગ ના કા.ઇ. અને સ્ટાફ દ્વારા આ સૌ પ્રથમ એવા ફ્લાયઓવર માટે સંકલીત જહેમત ઉઠાવી તેમજ ઝડપથી કાર્ય થાય તે માટે સતત કાર્યરત છે જે નગરને મહત્વપુર્ણ ડ્રીમ પ્રોજેક્ટ ની નગરજનો માટે ભેંટ ગણાશે અને ટ્રાફીક તેમજ પર્યાવરણ નિયમન સાથે સલામત વાહન વ્યવહાર નુ સુદ્રઢ વ્યવસ્થાનુ સ્વરૂપ બની રહેશે

_______________________

ઉપયોગીતા તથા ટિકનીકલ ડીટેઈલ

— ફલાય ઓવર બ્રીજની કુલ લંબાઈ 3450 મીટર

–બ્રીજની કલીયર ઉંચાઈ નાગનાથ ગેઈટ જંકશન પાસે 4 મીટર તથા તે સિવાયના જંકશન પર 5.30 મીટર

— ઈન્દિરા માર્ગ ઉપર પ્રપોઝડ ફોર લેન ફ્લાય ઓવર બ્રીજની પહોળાઈ 15 મીટરની રહેશે. તથા બન્ને બાજુ એમ.એસ. કેરસ બેરીયર

–અંબર જંકશન પાસે પી. એન. માર્ગ પરથી આવતા ટ્રાફિકને ડાયરેકટ રાજકોટ થવા માટે ટુ-લેન 7.50 મીટર પહોળાઈનો એપ્રોચ આપવામાં આવશે

–સાત રસ્તા સર્કલ પાસે ખંભાળીયા-દ્વારકાને જોડતા રસ્તા તરફ ટુ-લેન 7.50 મીટર પહોળાઈનો એપ્રોચ આપવામાં આવશે

—- ખંભાળીયા-દ્વારકા તરફથી આવતા ટ્રાફિકને રાજકોટ જવા માટે ડાયરેક્ટ ફલાય ઓવર બ્રીજમાં એન્ટ્રી મળી રહેશે જેથી ટ્રાફિક નિયમનમાં સરળતા રહશે

—ઈન્દિરા માર્ગ જી.આઈ.ડી.સી.ને જોડતા રસ્તા તરફ 7.50 મીટર પહોળાઈનો ટુ-લેન એપ્રોચ આપવામાંઆવશે.

—ફલાય ઓવર બ્રીજની બન્ને બાજુ 6 મીટરનો સર્વિસ રોડ આપવામાં આવશે.

·
__________________

આ બ્રીજ મંજુર થતા વિભાગનુ પણ સ્વપ્નુ થયુ સાકાર

આ ફ્લાયઓવર બ્રીજ મંજુર થતા પ્રોજેક્ટ પ્લાનીંગ વિભાગનુ પણ સપનુ સાકાર થયુ કેમકે કાર્યપાલક ઇજનેર ભાવેશ જાની એ જે તે વખતે પણ વિગત આપતા જણાવેલુ કે નગરજનોને અમારે એવુ કઇક આપવુ હતુ જે કાયમી ભેટ સમાન અને કાયમી સગવડતા સમાન તો હોય સાથે જ જામનગર ને બીજા શહેરથી વધુ નોંધપાત્ર બનાવી શકે માટે આ સપનુ સાકાર થયાનો આનંદ છે જામનગરમા ઓવર બ્રીજ અંડર બ્રીજ આસ્ફાલ્ટ રોડ વગેરે માટે અવિરત કાર્યરત એવી કોર્પોરેશન ની પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાની જહેમતથી અને રાજ્યના મુખ્યમંત્રીએ મંજુરી આપી ખાતમુહુર્ત કરતા આગામી દિવસોમા ઇંદીરા માર્ગ ઉપર નગરને ફ્લાય ઓવરની ભેંટ મળશે આ ભેંટ મળવાની સાથે મહત્વકાંક્ષી પ્રથમ ફ્લાય ઓવર પ્રોજેક્ટની ભેંટ સાથે ઇજનેરી કૌશલ્યનો ઉતમ નમુનો હાલારમા પ્રથમ વખત વિશિષ્ટ સ્વરૂપે જોવા મળશે કેમકે રોજના હજારો વાહનો જે વિક્ટોરીયા પુલથી સીધા ઉદ્યોગનગર કે દીગ્જમ સર્કલ કે સમર્પણ તરફ જવા માંગે છે તે સીધા જ ફ્લાય ઓવર પરથી પસાર થનાર હોઇ શહેરના ઇન્દીરા માર્ગ ઉપર ટ્રાફીક નુ ભારણ ઘટશે ત્યારે આ સળંગ ફ્લાય ઓવર પોતે જોવાલાયક બાંધકામ બની રહેશે કેમકે રોડ ની ઉપર સમાંતર રોડ નગરમા પ્રથમ વખત બને છે
મહત્વની બાબત એ છે કે આવા વિકાસ કામોથી નગરની એક આગવી ઓળખ બને છે જે અંગે કાર્યપાલક ઇજનેર ભાવેશ જાની ના જણાવ્યા મુજબ જેમ ફ્લાય ઓવર નગર માટે એક ભેંટ સમાન બનશે અને ટ્રાફીક માટે રાહત થશે તેમ એ બાંધકામ ઉતમ નમુના સ્વરૂપ હશે કેમકે એક તરફ બે કીમી જેટલી સળંગ લંબાઈ જુદા જુદા એપ્રોચ આપવાના તેમજ ફ્લાય ઓવરની મજબુતાઇ ત્યા સુધી રાખવાની કે રોજના દસ હજારથી વધુ વાહનો હેવી કે મીડીયમ પસાર થાય તો પણ તેની મજબુતાઇ અડીખમ રહે સમગ્ર પણે આરસીસી પીલર પર બ્રીજ તેમજ તે માટે નુ તમામ ટકોરાબંધ મટીરીયલ નો ઉપયોગ કરી નિષ્ણાંતને કામ આપી દેખરેખ કરવી આ બધુ જ અમારા માટે મહત્વનુ છે તેમ પણ ઉમેર્યુ હતુ

_____________________

સીએમ થી માંડી સૌની સંકલીત અને સરાહનીય જહેમત

આ પ્રોજેક્ટમાટે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ની મંજુરી મળી ગઇ છે તેમજ પ્રોજેક્ટ કોસ્ટનો પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ પણ સરકારે રીલીઝ કર્યો છે જામનગરમા આ પ્રોજેક્ટઝડપથી સાકાર થાય તે માટે જામનગરના જ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા)સંસદસભ્ય પૂનમબેન માડમ પહેલેથી જ જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ મેયર બીનાબેન કોઠારી સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન મનીષ કટારીયા ડેપ્યુટીમેયર તપન પરમાર શાસકપક્ષના નેતા કુસુમબેન પંડ્યા દંડક કેતન ગોસરાણી સહિતના પદાધીકારીઓની સંકલીત જહેમત સરાહનીય છે અને સીએમ થી માંડી આ સૌ વિકાસ કાર્ય ઝડપી થાય તે માટે જહેમત ઉઠાવે છે જે માટેચજામનગર કોર્પોરેશનના કમીશનર વિજય ખરાડીનુ સઘન તલસ્પર્શી માર્ગદર્શન તથા સીટી એન્જી. શૈલેષ જોશીના એક્સપર્ટાઇઝેશન ના બેનીફીટ સાથે કોર્પોરેશન ની પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાના કાર્યપાલક ઇજનેર ભાવેશ જાની અને તેમના સ્ટાફના સૌ ટેકનીકલ વહીવટી સ્ટાફ આ વિકાસ કાર્ય માટે કામગીરી કરી રહ્યા છે એકંદર કમીશનર ખરાડી નુ ધ્યેય છે તેમ સતાપાંખ અને લગત વહીવટી પાંખ સૌરાષ્ટ્ર ના સૌથી મોટા ફ્લાયઓવર બ્રીજ માટે ટીમ જામનગર બની કાર્યરત છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here