ભારત સરકાર તરફથી અપાતા પદ્મશ્રી એવોર્ડ માટે મેઘરજ તાલુકાની ગોઢા ગામની ટ્વિશાની પ્રતીક્ષા યાદીમાં પસંદગી થયી

0
50અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ભારત સરકાર તરફથી અપાતા પદ્મશ્રી એવોર્ડ માટે મેઘરજ તાલુકાની ગોઢા ગામની ટ્વિશાની પ્રતીક્ષા યાદીમાં પસંદગી થયી

“અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી ” એ કહેવત સાર્થ કરી બતાવી પરિવાર અને સમાજ નું ગૌરવ વધાર્યું

કહેવાય છે ને કે મહેનત નું ફળ મીઠુ કહેવાય અને જે મહેનત કરે છે તેને ભગવાન અવશ્ય ફળ આપે છે આજના આધુનિક યુગ માં ટેકા્નોલોજી નો વ્યાપ વધી રહ્યો છે ત્યારે તેનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો કપરી પરિસ્થિતિમાં પણ એ ફાયદાકારક નીવડી શકે છે. અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ માટે હાલ ટેક્નોલોજી મહત્વનો ભાગ ભજવે છે ત્યારે કોરોના ની પરિસ્થિતિમાં છેલ્લા બે વર્ષ થી યોગ્ય રીતે ઉપયોગ કરી સાબિત કરી બતાવ્યું છે કે ખરેખર મહેનત અને ધગશ થી ફળ અવશ્ય મળે છે ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકના અંતરિયાર વિસ્તારમાં આવેલ ગોઢા ગામની ટ્વિશાબેન જયેશભાઇ પટેલ નામની 18 વર્ષીય ટ્વિશા પટેલ જે વિજ્ઞાન વિશે પહેલાથી જ નાનપણ માં જ રુચિ ધરાવતી હતી તે ને આકાશ મંડળ વિશે અવનવું જાણવા હંમેશા તત્પર રહેતી અને હાલ ટ્વિશા એ 12 ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ માં પરીક્ષા આપી છે અને સાથે સાથે તેને પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરી સૌ પ્રથમ ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાર્ડ 2 ક્ષેત્રની પરીક્ષામાં ભારત તરફથી પ્રથમ નંબર આવતા ચંદ્રયાન મિશન 2 માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો જેમાં ટ્વિશા એ ધોરણ 5 થી જ નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામિનેશન ની પરીક્ષાની તૈયારી કરેલી જેમાં સતત ત્રણ વર્ષ નિષ્ફરતા મળતા ત્યાર બાદ વધુ મહેનત કરતા સફરતા મળી હતી. જેમાં ઈસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટમોં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે પસંદગી પામી હતી. ત્યાર બાદ બીજી સફરતા ટ્વિશા ને એ મળી હતી કે જેને અમેરિકાની કેમબ્રિજ યુનિવર્સીટી દ્વારા કોસ્મોલોજી વિષય પર દસ જેટલા દેશો વચ્ચે ડિબેટ નું આયોજન કરેલ હતું ત્યારે તેમાં સમગ્ર ભારત દેશ તરફથી ટ્વિશા નું પ્રથમ પસન્દગી કરવામાં આવી છે જ્યાં કુલ પાંચ દેશો માંથી સૌથી નાની વયે ટ્વિશા ની પસન્દગી પામી હતી એ એના જીવન ની બીજી સફરતા પામી છે હવે ભારત સરકાર દ્વારા આપવામાં આવતા એવોર્ડમાં હાલ પદ્મશ્રી એવોર્ડ માટે સાયન્સ એન્ડ રિસર્ચ ક્ષેત્રે ગુજરાત રાજ્ય તરફથી ટ્વિશા નું નોમિનેશન થયું છે જેમાં પ્રતીક્ષા યાદીમાં પોતાનું નું નામ આવતા ખુશી વ્યક્ત કરી હતી ટ્વિશાના જણાવ્યા મુજબ હાલ આ એવોર્ડ માટે ત્રણ રાઉન્ડ માં યાદી તૈયાર થતી હોય છે જેમાં હાલ ફાયનલ યાદીમાં ગુજરાત રાજ્ય માંથી સાયન્સ રિસર્ચ ક્ષેત્ર પર ટ્વિશાનું પસન્દગી યાદીમાં નોમિનેશન થયેલ છે હવે બીજા રાજ્યો દ્વારા પણ સાયન્સ રિસર્ચ ક્ષેત્ર પર કેન્ડીનેટનું નોમિનેશન કરી યાદી તૈયાર કરશે ત્યારે ભારત દેશ હવે બધા રાજ્યો માંથી સાયન્સ રિસર્ચ ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ માટે કોને સિલેક્શન કરે છે એ હવે જોવાનું બાકી રહ્યુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here