જુનાગઢ BVF ની ટીમ સહિત વિવિધ સંગઠનો આવ્યા વિવાનની વહારે

0
32
 

જૂનાગઢ : કોડીનાર તાલુકા અલીદર ગામના અઢી મહીનાના બાળક વિવાન અશોકભાઈ વાઢેર માટે 16 કરોડ ના ઈન્જેક્શનની જરૂર છે, ત્યારે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

ત્યારે ગુજરાત ભરમાં વિવાન વાઢેરની આર્થિક મદદ માટે જૂનાગઢ બહુજન વિકાસ ફોર્સના નિખિલ ચૌહાણ સહિત બી.વી.એફના કાર્યકર્તાઓ બહુજન સાહિત્યકાર વિશન કાથડ સહિત જીલ્લાનાના તમામ સામાજીક કર્યકર્તાઓ તમામ સંગઠનોના કાર્યકર્તાઓ, રાજકિય આગેવાનો, કાર્યકર્તોઓ, તમામ સંસ્થાઓ, મહિલાઓ વડીલો દ્વારા જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાં ઉભા રહી વિવાન માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

ત્યારે રોડ પર વાહન ચાલકો, નાના માં નાના વ્યક્તિઓએ પણ આર્થિક મદદ કરી આ વિવાનની મદદે આવવા અપીલ કરી હતી.
જેમાં મહીસાગરના ધૈર્યરાજ નામના બાળકને જે ભાગ્ય જ જોવા મળતી બિમારી સ્પાઈન મસ્કયુલર એટ્રોફી(SAM) આ બિમારીને સારવાર કરવા માટે જરૂરી ઈંજેકશન વિદેશથી મંગાવવુ પડે એવી સ્થીતી હોવાથી આશરે ૧૬ કરોડની કિંમત ના ઈંજેકશનની જરૂર છે, માટે ધૈર્યરાજની જેમ ગુજરાતના દિકર વિવાન વાઢેરને પણ ૧૬ કરોડના ઈન્જેક્શનની જરૂર હોય જેથી મદદ કરવા ગુજરાતને અપીલ કરવામાં આવી હતી.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here