ગરબાડા તાલુકાના નિમચ ગામે રસ્તાના કામમાં ભ્રસ્ટાચાર થયો હોવાના ગ્રામજનો ના આક્ષેપ.

0
39ગરબાડા

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નીમચ ગામે રસ્તા બનાવવાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી ગ્રામજનોમાં લાગણી અને માંગણી પણ ઉઠવા પામી છે.

નીમચ ગામના ગ્રામજનો દ્વારા જણાવ્યા અનુસાર, ગામના સરપંચ નર્મદાબેન છત્રસિંહ દ્વારા જે રોડ ગામમાં બનાવવામાં આવ્યા છે તે માત્ર કાગળ પર જ છે. નીમચ ગામ માં રામકૃષ્ણ મંદિર સુધી જે રોડ બનાવવામાં આવ્યો છે તે રોડ ની ગ્રાન્ટ માં પણ ભારે ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આંગણવાડી થી ગામમાં રહેતા બચુભાઈ સુરપાલ ભાઈ ઘર સુધી પાકા રોડ એટલે કે સીસી રોડ બનાવવામાં આવેલ છે તે રોડની કામગીરીમાં પણ ભારે ખાયકી થઈ હોવાની આક્ષેપો થઈ રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે ત્યારે આ મહિલા સરપંચ દ્વારા આવી ગ્રાન્ટો માત્ર કાગળ પર જ બતાવી સંલગ્ન અધિકારીઓની મદદથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના આક્ષેપો પણ છડેચોક થવા માંડયા છે ત્યારે આ સમગ્ર મામલે દાહોદ જિલ્લા વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા આ મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરે તો સઘળી હકીકત સામે આવે તેમ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here