સાપુતારા ઘાટ માર્ગે ટ્રક ચાલકે જીપને અડફેટમાં લેતા ચાર મજૂરોને ઇજા..

0
42<span;>ડાંગ:- મદન વૈષ્ણવ

<span;>ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ બ્રેક ફેઈલ ટ્રકે જીપને અડફેટમાં લઈ પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

<span;>પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ ટ્રક.ન.એમ.એચ.46.બી.બી.9993 જેનો સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતા આ બેકાબુ બનેલ ટ્રકે ગોટીયામાળ વિસ્તારથી મજૂર ભરી સાપુતારા જઈ રહેલ મેક્સ.જીપ.ન.જી.જે.15.બી.બી.1186 ને અડફેટમાં લઈ ટક્કર મારતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અહી સ્થળ પર બેકાબુ ટ્રક જીપને ટક્કર મારી સાઈડમાં પલ્ટી મારી જતા મોટુ નુકસાન થયુ હતુ. આ અકસ્માતનાં બનાવમાં મેક્સ જીપમાં સવાર 4 મજૂર ઇસમોને નાની મોટી ઈજાઓ પોહચતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here