વિજાપુર ગણેશપુરાના યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

0
30વિજાપુર ગણેશપુરા ના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા નો પ્રયાસ કરતા સીવીલ હોસ્પિટલમાં લાવતા મોત

આત્મહત્યા ને પગલે ચર્ચા ટોક ઓફ ટાઉન બની હતી મૃતક ના સ્વજનો એ પોલીસ સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો

વિજાપુર તાલુકાના ગણેશપુરાના યુવકને જે યુવતી સાથે પ્રેમ પ્રકરણ ચાલતો હતો તેના પરિવાર માંથી જાન થી મારી નાખવાની ધમકી તેમજ પરીવાર ને જીવવા નહી દઈએ તેવી ધમકીઓ આપી યુવકને માનસીકટોર્ચર કરતા યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કરતા યુવકને સીવીલ હોસ્પિટલમાં 108 મારફત લાવવામાં આવતા જ્યાં તેના મોત ના સમાચાર ને પગલે મૃતક ના સ્વજનો એ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો પોલીસે મૃતક ના પરિવાર સાથે ચર્ચાઓ કર્યા બાદ ધમકીઓ આપનાર બે ઈસમો સામે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની પોલીસ સૂત્રોના પાસેથી મળતી માહીતી અનુસાર ગણેશપુરા નો યુવક ધવલ કાળા ભાઈ સેનમા રણછોડપુરા આવેલ પવન ઇન્ડસ્ટ્રીઝ માં નોકરી કરતો હતો તે દરમ્યાન એક યુવતી સાથે પ્રેમ થઈ જતા બંને પરિવારો એ બેઠક કરીને પ્રશ્ન ને સુલજાવી નાખ્યો હતો તેમ છતાં ધવલ કાળા ભાઇ સેનમા ને યુવતી ના પરિવાર તરફથી ધમકીઓ મળતા અને તેમજ તેના પરિવાર ના લોકોને લાકડીઓ ધોકાઓ લઈને ઘરે આવી જેમ તેમ બોલીને જાન થી મારી નાખવાની ધમકી આપતા યુવક ધવલ ને દીલ ઉપર લાગી આવતા ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા સારવાર માટે સીવીલ માં લાવવામાં આવતા જ્યાં મોત નિપજ્યું હતુ યુવક ના મોત ના સમાચારને પગલે મૃતક યુવક ના સ્વજનો એ રોકકળ મચાવી હતી તેમજ પોલીસ સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા પીઆઇ આરજી ચૌધરી સાથે મૃતક ના પરિવાર સાથે ચર્ચાઓ કરી હતી જેની મૃતક ના પિતા ના કાકા તલાભાઈ સોમાભાઈ સેનમા એ દેવપુરા ગામના રમેશભાઈ મોતીભાઇ વણકર તેમજ ભીખાભાઈ મંગળભાઈ વણકર સામે મૃતક યુવકને જાન થી મારી નાખવાની ધમકી તેમજ પરિવાર ને ગમે તેમ બોલીને દીકરી ને ઉઠાવી જવા સુધી ની ધમકીઓ આપવા બાબતે મૃતક ને માનસીક રીતે હેરાન કરી ધમકીઓ ને લઈને પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે બે સામે ગુનો નોંધી વધુ હકીકત મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે
સૈયદજી બુખારી વિજાપુર

KLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here