આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલાના વીરોધમાં કાલોલ આમ આદમી પાર્ટી દ્રારા મામલતદાર ને આવેદનપત્ર.

0
35







પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
ગતરોજરોજ વિસાવદર તાલુકાના એક ગામમાં આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાનભાઈ ગઢવી ,મહેશભાઈ સાવાણી.પ્રવીણભાઈ રામ અન્ય કાર્યકર પર જીવલેણ હુમલો કરનાર ભાજપ ના કાર્યકરો ને જેલ ભેગા કરવામાં આવે તેમજ સખત સજા કરવામાં આવે આવનારા સમય મા આવી વધતી જતી અસામાજિક તત્વોના ગુંડાગર્દી ને ઘ્યાનમાં રાખી આમ આદમી ના કાર્યકરોને પોલીસ રક્ષણ મળે તેવી માંગ સાથે કાલોલ ના નાયબ મામલતદાર ને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.

પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીયા ના માર્ગદર્શન હેઠળ કાલોલ તાલુકા સમિતિ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અજયસિંહ ચૌહાણ અને કાલોલ તાલુકાના યુવા મોર્ચા ના પ્રમુખ અનિલભાઈ સોલંકી ,રાજેન્દ્રસિંહ રાઠોડ,મહેશભાઈ ચૌહાણ, દિલીપભાઈ ચૌહાણ, આકશભાઇ વણજારા, દશરથભાઈ, જશવંતભાઈ ચૌહાણ, મુસ્તાકભાઇ અને અન્ય તમામ કાર્યકરો ઉપસ્થિતિમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here