અમદાવાદ હવે બની ગઈ ભુવા નગરી

0
65અમદાવાદ હવે વિકાસ નગર તરીકે નહીં પણ ભુવા નગર તરીકે ઓળખાવા લાગ્યું છે. આજરોજ અમારા રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઇએ મેમકો થી સિવિલ સુધીની મુલાકાત લીધી હતી જે અંદાજિત 2-3 કિલોમીટર થાય છે. જ્યાં ઓછામાં ઓછા 7 થી 8 ભુવા જોવા મળી આવ્યા હતા અને બે-ત્રણ ભુવા એવા છે કે જે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ના ઘર ના નજીક જ છે. અવાર નવાર ભુવા પડવાનું કારણ સરકારની કોર્પોરેશનની અને કોર્પોરેટરોની બેદરકારીના કારણે ઉભી થતી હોય છે. જેનાથી સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવે છે તંત્ર પણ હવે કોન્ટ્રાક્ટર સામે જાણે કે રીતસરના લાચાર હોય એવું લાગે છે કારણકે એકવાર રિપેર થાય એમાં અઠવાડિયા સુધી કામ ચાલે છે અને ટ્રાફીકને અડચણરૂપ થતું હોય છે અને જે મેમ્કો સિવિલ રોડ છે એમાં રોજની ૭૦ થી ૮૦ સરકારી તથા પ્રાઇવેટ એમ્બ્યુલસ ની અવરજવર 24 કલાક ચાલુ હોય છે અને એક ભુવો પુરાય ત્યાં બીજો તૈયાર જ હોય છે. આ કેવું કામકાજ? સરકારી કોન્ટ્રાક્ટરો અને તંત્ર જાણે કુંભકરણ ની ગાઢ નિંદ્રામાં હોય એવું લાગે છે પણ સરકારથી આમજનતા એક જ આશા છે કે પ્રજાલક્ષી જે પણ કામકાજ હોય એ નિષ્પક્ષ અને વિકાસપુર્ણ થવા જોઈએ.
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here