બાગાયત ખાતાની યોજનાઓના લાભ માટે અરજદાર ખેડૂતોએ આગામી તા. ૧૦ જુલાઇ સુધીમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે

0
28રિપોર્ટર-જુનેદ ઇશાકભાઈ પટેલ-ફતેપુરા(દાહોદ)
દાહોદ, તા. ૩૦ : નાયબ બાગાયત નિયામકશ્રી, દાહોદએ એક યાદીમાં જણાવ્યું છે કે, બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના લાભ માટે જે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે, તેઓએ તેમના તમામ જરૂરી દસ્તાવેજો તેમજ અરજીની પ્રિન્ટ સાથે આગામી તા. ૧૦ જુલાઇ સુધીમાં અત્રેની નાયબ બાગાયત નિયામકની કચેરીએ આપી જવાની રહેશે. જેથી ખેડૂતોને નિયત સમયમાં યોજનાઓના લાભ મંજૂર કરી શકાય.
દાહોદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે તા. ૬-૩-૨૦૨૧ થી ૧૫-૬-૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરવા માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન દાહોદ જિલ્લાના ખેડૂતોએ વિવિધ ઘટકોમાં ઓનલાઇન કરેલી અરજીની પ્રિન્ટ સાથે ૭-૧૨ અને ૮-અ ની નકલ, આધાર કાર્ડ, બેન્ક પાસબુકની ઝેરોક્ષ, જાતિનો દાખલો જેવા સાધનિક કાગળો જમા કરાવવાની આખર તા. ૧૫-૭-૨૦૨૧ હોવાથી તમામ ઓનલાઇન અરજી કરી હોય તેવા ખેડૂતોએ અરજી સાથે ઉક્ત તમામ સાધનીક કાગળો જોડી આગામી તા. ૧૦ જુલાઇ સુધી કચેરી સમય સુધી નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૩૩-૨૩૫, બીજે માળ, જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે આપી જવાની રહેશે. આ અંગે કચેરીના સંપર્ક નં. ૦૨૬૭૩-૨૩૯૨૫૧ ઉપરથી વધુ માહિતી મેળવી શકાશે.
૦૦૦LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here