અરવલ્લી જીલ્લા ભાજપાની પ્રથમ કારોબારી મીટીંગ સરકિટ હાઉસ મોડાસા ખાતેથી વર્ચ્યુઅલ સભા યોજાઇ

0
28અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

અરવલ્લી જીલ્લા ભાજપની પ્રથમ કારોબારી બેઠક ઝુમ એપના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક આરામગૃહ મોડાસા ખાતે યોજાઈ ગઈ. જીલ્લા કારોબારી માં પ્રદેશ મંત્રી અને અરવલ્લી જીલ્લા પ્રભારી કું. જયશ્રીબેન દેસાઇ, ગીરીશભાઇ જગાણીયા, જીલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, જીલ્લા પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય ભરતસિંહ રહેવર, જિલ્લા મહામંત્રી શૈલેષભાઇ ભોઇ, હસમુખભાઇ પટેલ, ભીખાજી ઠાકોર તથા સંગઠન ના તમામ પ્રદેશ કારોબારી સભ્યો અને હોદ્દેદારોની ઉપસ્થિતી માં અરવલ્લી જિલ્લા ના ૮ મંડલ ઓનલાઇન જોડાઇ અને ઉપસ્થીત રહ્યા હતા

વર્ચ્યુઅલ જીલ્લા કારોબારી અનુસંધાને કાર્યસુચી પ્રમાંણે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ઉપસ્થિત મહાનુભાઓ દ્વારા દિપ પ્રાગટ્ય – વંદેમાતરમ્ ગાન કરી અને જીલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ દ્વારા સંગઠન ને સંબોધવામાં આવ્યું હતું, ત્યારબાદ કોરોના મહામારી માં સદ્દગત થયેલ કાર્યકર્તા માટે શોક પ્રસ્તાવ રજુ કરી બે મીનીટ મૌન પાળવામાં આવ્યું, ત્યારબાદ જિલ્લા પ્રભારી કુ.જયશ્રીબેન દેસાઇ દ્વારા રાજકિય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને આ પ્રસ્તાવ ને સૌએ બે હાથ ઉચા કરી અનુમોદન આપવામાં આવ્યું, જીલ્લા મહામંત્રી હસમુખભાઇ પટેલ દ્વારા પ્રદેશ ની સુચના મુજબ ના આગામી કાર્યક્રમો વિશે જાણકારી આપવામાં આવી, અને પ્રદેશ કારોબારી સભ્ય શામળભાઇ પટેલે કોવિડ ચુનૌતી કા સામના ભારતીય જનતા પાર્ટી ના શાસન માં કોવિડ માટે જે કામગીરી અને પ્રજાલક્ષી કાર્યો કરી અને કોવિડ ચુનોતી નો સામનો કરી દેશ ને આ મહામારી રૂપી આફત થી બચાવ્યા તેની વિસ્તાર પૂર્વક વાત મુકાઇ હતી અને જીલ્લા સંગઠન પ્રભારી ગીરીશભાઇ જગાણીયા દ્વારા સંગઠન લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અંતે જીલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોર દ્વારા આભાર માની કારોબારી નું સમાપન કરવામાં આવ્યું હતુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here