હાલોલ: શિવરાજપુર પાસેના રિસોર્ટમાં ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દારૂની મહેફીલ સાથે જૂગાર રમતા પોલીસના હાથે ઝડપાયા.

0
49પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે આવેલ જીમીરા રિસોર્ટ ખાતે આજે મોડી સાંજે ગોધરા એલસીબી પોલીસે રેડ કરતા માતર ના ધારાસભ્ય સહિત 21 નબિરાઓ દારૂ ની મહેફિલ સાથે કોઈન નો જુગાર રમતા ઝડપી પાડતા સમગ્ર ગુજરાતના રાજકીયમાં હળકપ મચી જવા પામી છે પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા એલસીબી પોલીસ ના પીઆઇ ડીએન ચુડાસમા ને ખાનગી બાતમી દારો દ્વારા માહિતી મળી હતી કે હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે આવેલ જીમીરાં રીસોર્ટ ખાતે દારૂની મહેફિલ સાથે જુગાર રમાતો હોવાની પાકી બાતમીના આધારે છાપો મારટા માતર ના ધારાસભ્ય ત્રણ મહિલા સહિત 21 ખાનદાની નબીરાઓ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસ ની રેડ થતા ઝડપાયેલા નબીરાઓ ધુઆપુઆ થઈ ગયા હતા પરંતુ પોલીસે પોતાની ફરજ બજાવી આ તમામ સામેં કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકીય ક્ષેત્રે હળકપ મચી જવા પામ્યો હતો.પોલીસે હાલ કોઈની ગણતરી તેમજ કોઈન કેટલા રૂપિયા નો હયો તેની તપાસ હાથ ધરી છે ખરેખર હાલ આ નબીરાઓ દ્વારા લાખો રૂપિયાનો જુગાર રમતા હોવાનો બહાર આવ્યું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here