ડોક્ટર્સ ડે નિમિત્તે જૂનાગઢ સિવીલમાં રક્તદાન કેમ્પ યોજાયો

0
33
જૂનાગઢ : આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે જૂનાગઢ સિવીલ હોસ્પિટલ સ્થિત બ્લડ બેંકમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, હોસ્પિટલના ડોક્ટર, વહીવટી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, વર્ગ ત્રણ, ચારના કર્મચારીગણ તથા પેરામેડિકલ સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પ દરમિયાન ૧૦૧ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્ત હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ તથા ઇમર્જન્સીમાં લોહીની જરૂરીયાતમંદ દર્દીઓ માટે ઉપયોગ કરવામાં આવશે. રક્તદાન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.

આ તકે જૂનાગઢ જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ અને સિવીલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.સુશીલ કુમાર તથા ઇન્ચાર્જ ડીન ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટ, ડો.નયનાબેન લકુમ સહિતના ડોક્ટરો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ કેમ્પનુ આયોજન મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના એચ.ઓ.ડી. ડો.નયનાબેન લકુમની આગેવાની હેઠળ ડો.ભાવિન પઢારિયાની દેખરેખ હેઠળ ડો.જીતેન્દ્ર તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.ટી.જી.સોલંકી, બ્લડ બેંકના ડો.હિરેન મુંડીયા તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here