જુનારાજ ગામમાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી થતા સામસામી ફરીયાદ

0
33જુનારાજ ગામમાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી થતા સામસામી ફરીયાદ

રાજપીપળા : જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના જુનારાજ ગામમાં નજીવી બાબતે બે પાડોશીઓ વચ્ચે મારામારી થતા રાજપીપળા પોલીસ મથકે સામસામે ફરીયાદ નોંધાતા પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર જુનારાજ ખાતે રહેતા દિવાળી બેન અર્જુનભાઇ વસાવા ની ફરીયાદ મુજબ તેમની છોકરી હેનાબેન તા .૨૮ / ૦૬ / ૨૦૨૧ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સમયે પોતાની માસી સોમીબેન ના ઘરે ટીવી જોવા માટે ગઇ હતી તે વખતે ફળિયામાં રહેતો ગોવિંદભાઇ નજીરભાઇ વસાવા એ હેનાને એક ઝાપટ મારી દીધેલ જેથી આ માતાએ મારી છોકરીને કેમ મારો છો ? તેમ કહેતા ગોવિંદ એકદમ ઉકેરાઈ જઇ ગાળો બોલી ઝપાઝપી કરતા હાથના કોણીના ભાગે ઇજા થઇ હોય તે વખતે હેના ના પિતા અર્જુનભાઈ આવી જતા ગોવિંદ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી ગયો હતો.

જ્યારે સામાં પક્ષે ગોવિંદ ભાઈ એ આપેલી ફરીયાદ મુજબ રાત્રીના આઠેક વાગ્યે સોમીબેન અર્જુનભાઇ ને ત્યાં બેસવા ગયેલ તે બાબતે ગોવિંદભાઇ એ ઠપકો આપતા આ કામનો અર્જુન એમના ઘરે થી આવી તેમને કહેવા લાગેલ કે સોમીબેન મારા ઘરે બેસવા આવેલ તેમાં તને વાંધો શુ તેમ કહી ગાળો બોલી લાકડી લઈ મારતા શરીરે વત્તી ઓછી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,રાજપીપળા પોલીસે બંનેની ફરીયાદ માં બે વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here