જંબુસર એસટી ડેપોમાં વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલ આઠ કર્મચારીઓનો વિદાય સન્માન સમારંભ યોજાઈ હતો

0
27
જંબુસર એસટી ડેપોમાં વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલ આઠ કર્મચારીઓનો વિદાય સન્માન સમારંભ યોજાઈ હતો

જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા આઠ કર્મચારીઓ સરકારી ધારાધોરણ મુજબ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ફુલહાર વિધી અને વક્તાઓના પ્રેરણાદાયી વક્તવ્યો અને શાલ ઓઢાડી સન્માન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જંબુસર એસટી ડેપોમાંથી વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતાં

( ૧ ) મલેક ઈબ્રાહીમ અબ્બાસ ( પટાવાળા )

( ૨ ) દલપતભાઈ ભગવાન ભાઈ પરમાર (ટી .સી .)

( ૩ ) ભાલચંદ્ર બેચરભાઈ પરમાર ( હેલ્પર )

( ૪ ) પરતાપભાઈ જગાભાઈ પરમાર ( કંડક્ટર )

( ૫ ) વિનોદ ચંદ્ર મોહનભાઈ પ્રજાપતિ ( કંડકટર )

( ૬ ) ગોહિલ ભીમસંગ નાનસંગ ( કંડક્ટર )

( ૭ ) વાઘેલા લલ્લુભાઈ બાવજી ભાઈ ( કંડકટર )

( ૮ ) પરષોત્તમ રામાભાઈ પરમાર ( કંડકટર )

ને સાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જંબુસર એસટી ડેપો મેનેજર શ્રી ચૌધરી એ જણાવ્યું હતું કે માનવી તેના જીવનકાળ દરમિયાન અનેક વિદાયના પ્રસંગોમાંથી અનુભવ મેળવે છે વિદાય વસમી છે કરુણતા છે જીવનમાં શાળાની વિદાય હોય કન્યા વિદાયનો પ્રસંગ હોય કેમ પરદેશ ગમન નો વિદાય નો પ્રસંગ હોય અને કોઈ સેવા ક્ષેત્ર માંથી વિદાય અને અંતે કુદરતના દરબારમાં જવાનો વિદાય નો પ્રસંગ હોય આ બધામાં કરુણતા રહેલી છે તમામ નિવૃત્ત થનાર કર્મચારીઓ ની ફરજનિષ્ઠા કામ કરવાની આગવી આવડત મુસાફરો સાથે થયેલ ખટમીઠા અનુભવો ચિતાર રજૂ કર્યો હતો નિવૃત્ત થનાર કર્મચારીઓએ દૂધમાં જેમ સાકર ભળે એવી રીતે એકબીજાની સાથે ભરી જય અને સેવા કાર્યમાં થી નિવૃત્ત થયા હતા અંતે નિવૃત્ત થનાર કર્મચારીઓનું

શેષ જીવન લાંબુ અને તંદુરસ્ત મય રહે અને આધ્યાત્મિક તા સાથે રહે એવી પ્રાર્થના કરી હતી નિવૃત્ત થનાર કર્મચારીઓ નો પરિવાર પણ ઉપસ્થિત રહી તેમને ભેટ સોગાદો આપી સન્માન કર્યું હતું કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે સામાજિક અંતર રાખવામાં આવ્યું હતું વિદાય લઈ રહેલ કર્મચારીઓ એસટી ડેપો જેવી કર્મભૂમિ છોડતા ગદગદિત થઈ ગયા હતા અંતમા આભારવિધિ લાલાભાઇ કંડકટર કાવી વાલા એ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઐયુબ હલદરવા

કાવલી વાળા એ કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here