જંબુસર નગરપાલિકા સીઓ તથા એકાઉન્ટન્ટનો વિદાય સમારંભ યોજાયો

0
30 

જંબુસર નગરપાલિકા સીઓ રાહુલદેવ ઢોળિયા ની રાજપીપળા ખાતે બદલી તથા એકાઉન્ટન્ટ જશવંતભાઇ યુ પટેલ વયનિવૃત્ત થતાં હોય તેઓનો વિદાય સમારંભ જંબુસર નગરપાલિકા ખાતે પ્રમુખ ભાવનાબેન રામી ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો.

જંબુસર નગરપાલિકામાં ૨૦૧૬ થીચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાહુલ દેવ ઢોડિયા જંબુસર ખાતે સફળ પાંચ વર્ષ પૂર્ણ કરી પોતાની ફરજ બજાવી જેઓની જાહેર હિતમાં હાલની જગ્યાએથી રાજપીપળા ખાતે બદલી થઇ હોય તેમનો વિદાય સમારંભ તથા નગરપાલિકામાં હાલ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા જસવંતભાઇ યુ પટેલ જેઓ ૧૫/૯/૧૯૯૦ થી પ્રથમ ઑક્ટ્રૉય નાકા ,કલેક્શન ક્લાર્ક ,આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકે નિષ્ઠાથી સફળ ફરજ બજાવી છે હાલ તેઓ વયનિવૃત્ત થતા હોય બંને અધિકારીઓનો વિદાય સમારંભ નગરપાલિકા ખાતે પ્રમુખ ભાવનાબેન રામી ઉપપ્રમુખ ધર્મેશભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ શૈલેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો ઉપસ્થિત તો એ તેમનું શાલ ઓઢાડી ફૂલહારથી સ્વાગત કર્યું હતું

સીઓ તથા એકાઉન્ટન્ટ સરળ મિલનસાર સ્વભાવ નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવતાં હોય પાલિકાને ખુબ જ મોટી ખોટ પડશે તેઓ તંદુરસ્ત જીવન જીવે છે કારકિર્દીમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ ઉપસ્થિતો દ્વારા પાઠવી જુના સંસ્મરણો વાગોળ્યાં હતાં વિદાય સમારંભ પ્રસંગે નગરપાલિકા સદસ્યો પાલીકા કર્મચારીગણ સહિત શુભેચ્છકો હાજર રહ્યા હતા

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here