મોરબીની તાલુકા શાળા નંબર ૧ ના શિક્ષિકાનો વિદાયસન્માન કાર્યક્રમ યોજાયો

0
32તાલુકા શાળા નં ૧ના શિક્ષિકા ગોહિલ કૈલાસબા ભારતસિંહ વયનિવૃત્તિ ના કારણે નિવૃત્ત થતા તેમનો શાળા પરિવાર તરફથી વિદાય સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર, મોરબી કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા, ટંકારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર, માળિયા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હૂંમલ, તાલુકા શાળા નંબર ૧ ના સીઆરસી કો.ઓડીનેટર તથા મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજાની હાજરીમાં વિદાયમાન કૈલાસબાનું હવે પછીનું શેષજીવન આરોગ્યમય અને દીર્ઘાયુ વાળુ રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

ગોહિલ કૈલાશબા તરફથી શાળા પરિવાર ને યાદગીરી સ્વરૂપે માં સરસ્વતીની મૂર્તિ ભેટ આપવામાં આવેલ હતી. શાળા ના સ્ટાફ પરિવાર તરફથી શ્રીફળ,પડો,સાલ અને ભેટ આપી ને વિદાય સન્માન આપવામાં આવેલ હતું. શાળાના તમામ સ્ટાફ પરિવારે આ કાર્યક્રમ ને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here