ડાંગ જિલ્લામાં વિકેન્ડની રજાઓમાં પ્રવાસીઓનાં ઘોડાપુરનાં પગલે જિલ્લા પોલીસ વિભાગ સહિત વહીવટી તંત્રની ટિમ સજ્જ બની…

0
45ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં વિકેન્ડની રજાઓમાં પ્રવાસીઓનાં ઘોડાપુરનાં પગલે જિલ્લા પોલીસ વિભાગ સહિત વહીવટી તંત્રની ટિમ સજ્જ બની…

પ્રવાસીઓથી દિન પ્રતિદિન ઉભરાતુ ગિરિમથક સાપુતારામાં  પ્રવાસીઓની સુરક્ષા માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગની ટીમ સજ્જ બની:-સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ માસ્ક સહિત સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી કોવિડની ગાઈડનું અનુસરણ કરવા માટે જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ સૌ કોઈને અનુરોધ કર્યો…

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જીલ્લો ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠી સૌંદર્યનાં સરતાજની સાથે મધમધી ઉઠે છે.ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળોમાં ગિરિમથક સાપુતારા, વઘઇ બોટનીકલ ગાર્ડન,મહાલ કેમ્પ સાઈટ, ડોન હિલ રિસોર્ટ, શબરીધામ સુબિર,દેવીનામાળ કેમ્પ સાઈટ જેવા સ્થળોએ ચોમાસાની ઋતુમાં ભરપૂર ઘસારો જોવા મળે છે.અગાઉ કોરોના બીજી ઘાતક લહેરનાં કારણે આ પ્રવાસન સ્થળો પ્રવાસી વિના સુમસામ બન્યા હતા.હાલમાં કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થતા આ પ્રવાસન સ્થળો અનલોક થતા અહી સૌંદર્યને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.જેથી સાપુતારા સહિત ડાંગ જિલ્લાનાં અન્ય પ્રવાસન સ્થળોએ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય તે માટે ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા અને જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ આ તમામ સ્થળોએ ટ્રાફિકનું નિયમન થાય તે માટે વધુ પાર્કિંગનાં સ્પોટ નિર્ધારિત કરવામાં આવ્યા છે.વહીવટી તંત્રનાં જણાવ્યા મુજબ ગિરિમથક સાપુતારા ખાતે એક પાર્કિંગ સ્પોટ ઉપર પ્રવાસી વાહનો દ્વારા લીધેલ પાર્કિંગની ટીકીટ સાપુતારાનાં તમામ પાર્કિંગ સ્પોટ ઉપર એક દિવસ માટે માન્ય રહેશે.જેથી સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ હવે તમામ જોવાલાયક સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થાનો લાભ મેળવી શકશે.ગિરિમથક સાપુતારા ખાતે શનિ રવિમાં મોટા વાહનોની અરાજકતા ન સર્જાય તે માટે આ લકઝરી વાહનો માટે હેલિપેડ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે.આવનાર શનિ રવીથી વિકેન્ડમાં ટ્રાફિકનું નિયમન થાય તથા પ્રવાસીઓમાં કોરોનાનું સંક્રમણ થતા અટકાવવા માટે સોશીયલ ડિસ્ટનસિંગનું પાલન સહ માસ્કનો ફરજીયાત ઉપયોગ થાય તેવા જનજાગૃતિનાં વ્યવસ્થામાં પોલીસ વિભાગનાં ડી.વાય.એસ.પી કક્ષાનાં અધિકારીઓ તમામ સ્થળોએ સુપરવિઝન કરશે અને કાયદાનો ભંગ કરતા પ્રવાસીઓ દંડાશેનું જણાવ્યુ છે.ડાંગ જિલ્લા એસ.પી.રવિરાજસિંહ જાડેજાએ   ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ આવતા પ્રવાસીઓને અનુરોધ કરતા જણાવ્યુ છે કે જિલ્લામાં તમામ પી.એચ.સી અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર વેક્સીનેશનની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેથી જે કોઈ પ્રવાસીઓ વેક્સીનેશનથી વંચિત હોય તો તુરંત જ રજીસ્ટ્રેશન કરી વેકશીનનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે.વધુમાં ગિરિમથક સાપુતારાની હોટલ,રેસ્ટોરન્ટ, લારી ગલ્લા,એડવેન્ચર સ્પોટનાં સંચાલકો આવનાર વિકેન્ડમાં પ્રવાસીઓને માસ્ક સહિત સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવા માટે અનુરોધ કરી જનજીવનનાં સુખાકારીને લોકભોગ્ય બનાવે તેવી વહીવટી તંત્ર દ્વારા અપીલ કરી છે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here