યુરીયા ખાતરની ગરજ સારતું ઇફ્કો સહકારી સંસ્થાનુ નેનો યુરિયા પ્રવાહી ખેડૂતો માટે નવીન ક્રાંતિકારી શોધ

0
30અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

INBOX : યુરીયા ખાતરની 45 કી.ગ્રાની એક બેગ સમાન ઇફ્કો કંપનીનું નેનો યુરિયા પ્રવાહી500 ગ્રામ.જે એકર જમીનના પાકમાં નાઈટ્રોજન તત્વ પૂરું પડશે.જેથી ખેડૂતોનો સમયની બચત અને આર્થિક લાભ થશે.અને ખાતરના આડેધડ ઉપયોગથી પર્યાવરણને થતા નુકશાનથી બચાવશે

ભારત એક કૃષિપ્રધાન દેશ છે જેમાં દિવસે દિવસે નવા નવા સંશોધન થઇ રહ્યાં છે જેમાં આજ રોજ ઇફ્કો કંપની દ્વારા સૌપ્રથમ નવી ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતર ની ગરજ સારતું નેનો યુરિયા પ્રવાહી રૂપે મોડાસા એમ એસ એગ્રો ખાતે આવી પહોંચતા ખેડૂતો જાણકારી માટે આવી પહોંચ્યા હતા અને. આ નેનો યુરિયા પ્રવાહીથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો. દિવસે દિવસે ખેતી માં સિડ્સ, ફર્ટિલાઈઝરઅને જંતુનાશક દવાઓમાં સંશોધન થતા રહે છે. ત્યારે ખેતીમાં ખેડૂતો પાકને વિકાસ માટે જોઈતું મુખ્ય તત્ત્વ નાઈટ્રોજન જે ખાતર સ્વરૂપે આપતા હોય છે ત્યારે પાકને નાઈટ્રોજન આપતું પ્રવાહી સૌપ્રથમ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કો દ્વારા નેનો યુરિયા પ્રવાહી સ્વરૂપે આજ રોજ મોડાસાના એમ.એસ.એગ્રો ખાતે પ્રથમ જથ્થો આવી પહોંચ્યો હતો.આ નેનો યુરિયા પ્રવાહીની જાણકારી માટે આવી પહોંચ્યા હતા અને ઇફ્કો કંપની ના. કિશનસિંહ પરમાર અને ડીલર એમ.એસ.એગ્રોના સદામભાઈ સુથારે ખેડૂતોને જાણકારી આપી હતી.
જાણકારીમાં જણાવ્યા અનુસાર નેનો યુરિયા સૌપ્રથમ ઉત્પાદન કરતી ઇફ્કો કંપની સહકારી સંસ્થા છે જેમાં નેનો યુરિયા ની એક બોટલ 500 મિલીલીટર જે એક યુરિયાની બેગ 45 કિલોગ્રામ સમાન કામ આપતું પ્રવાહી છે.પાકની ઉપજમાં અસર કર્યા વિના યુરિયા અને અન્ય નાઈટ્રોજન ખાતરોની બચત કરે છે .યુરિયા ખાતરનો આડેધડ ઉપયોગ થી પર્યાવરણ ને થતા નુકસાન બચાવે છે.નેનો યુરિયા પ્રવાહી નો વપરાશ કોઈ પણ પાકમાં કરી શકાય છે જે એક પંપમાં 30 થી 60 ml છંટકાવ કરવાનો રહેશે .જે નાઈટ્રોજન ની જરૂરિયાત મુજબ ખેતીમાં વપરાશ કરી શકાશે.પાકના પ્રથમ છંટકાવ વાવેતરના. 30 થી 35 દિવસ પછી અને બીજો છંટકાવ ફૂલ બેસવા ના 7થી 10 દિવસ પહે કરવાની માહિતી પૂરી પાડી હતી.એના નેનો યુરિયા પ્રવાહીને પંપમા છંટકાવ કરવા ફ્લેટ ફેન અથવા નોઝલ સ્પ્રેઅલ ની ઉપયોગ કરવો.આ ઉપયોગથી પાકની ઉત્પાદન માં અને ખેડૂતોન સમયની બચત અને આર્થિક લાભ થશે આ નેનો યુરિયા પ્રવાહીની 500 ગ્રામ બોટલની દર 240 રૂ છે જે યુરિયા ખાતરની સરખામણીમા 30 રૂપિયા ની બચત થશે.નેનો યુરિયા પાકના પાન પર છંટકાવ પછી નેનો યુરિયાના કણો સરળતાથી પાનમાં પ્રવેશ કરે છે અને કોષો દ્વારા શોષાય છે અને છોડના વૃદ્ધિ અને વિકાસમાં નેનો યુરિયા ની ટેકનોલોજી પાકના વિકાસ માં ફાળો આપશેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here