કૃષિ યુનિવર્સીટી ખાતે ઈનપુટ ડીલર્સ સર્ટીફીકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઈડ મેનેજમેન્ટ કોર્ષનું ઉદ્દઘાટન સમારંભ યોજાયો

0
29જૂનાગઢ : કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે તા. ૦૧/૦૭/૨૦૨૧ ઈનપુટ ડીલર્સની બીજી બેચનો સર્ટીફીકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઈડ મેનેજમેન્ટ કોર્ષનું ઉદ્દઘાટન સમારંભ યોજાયો હતો.

આ કોર્ષમાં સૌરાષ્ટ્રમાંથી આવેલ ડીલરો ને સંબોધતા કાર્યક્રમના ઉદધાટક અને કુલપતિશ્રી, ડો.વી.પી. ચોવટીયાએ જણાવ્યું કે, ખેડૂતો હાલ જાગૃત થયા છે અને વૈજ્ઞાનિક રીતે ખેતી કરતા થયા છે. તમારો મુખ્ય વિષય પાકસંરક્ષણ છે. આ દ્રષ્ટીએ તમારી ભૂમિકા મહત્વની છે. આ કોર્ષ ત્રણ મહિનાનો છે. દર અઠવાડીયે ૧ દિવસ આવવાનું હોય છે. કૃષિ યુનિવર્સીટીમાં જુદા-જુદા સંશોધન કેન્દ્રો, વિભાગો છે. તેમાંથી ઉપયોગી થાય તેની માહિતી આપવામાં આવશે. આ કોર્ષમાં પાયામાં મુખ્ય કીટક, રોગ, જંતુ નાશાક્ના જુદા-જુદા કાયદાઓ, ખેડૂત લક્ષી યોજનાઓ વગેરેની માહિતી આપવામાં આવશે. સાચું અને સચોટ માર્ગદર્શન કરીને ખેડૂતોની આવકમાં તમો વધારો કરી શકો છો. તમારો અને ગ્રાહક (ખેડૂત) વચ્ચેનો સબંધ વિશ્વાસનો હોવો જોઈએ.
આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ. એમ. ગાજીપરાએ જણાવ્યું કે તમો ખેડૂતો સુધી નવી ટેકનોલોજી પંહોચાડવા માટેના વાહક છો. અને આ ટેકનોલોજી ખેડૂતો સુધી પંહોચાડી ને ૨૦૨૨ સુધીમાં ખેડૂતની આવક ડબલ થાય તેવા પ્રયાસોમાં તમારી ભૂમિકા મહત્વની છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ કેન્દ્ર ખાતે ૧૮૨ ડીલરો તેમજ જુદા જુદા કેન્દ્રો જેવાકે ખાપટ, જામનગર, મહુવા, નાના કન્ધાસર ૧-૧ બેચ અને અમરેલી તથા તરઘડીયા ખાતે ૨-૨ બેચ આમ કુલ ૩૨૦ મળીને ૫૦૨ ડીલરો માટે કોર્ષ ચાલુ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે શ્રી અરવિંદભાઈ ટીંબડીયા, સેક્રેટરીશ્રી એગ્રોઈનપુટ એશોસીએશન, નવી દિલ્હીએ પણ ઈનપુટ ડીલરોએ યુનિવર્સીટી એ આપણી સંસ્થા છે તે રીતે ઉપયોગ કરવો. રસિકભાઈ બાથાણી, વિનુભાઈ, પ્રકાશભાઈ, મનસુખભાઈ વગેરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. આ કોર્ષનાં કો-ડાયરેક્ટર ડો. જી.આર. ગોહિલે આ કાર્યક્રમનું સંચાલન અને સંકલન કરેલ આ પ્રસંગે આ કોર્ષનાં કો-ડાયરેક્ટર ડો. જી.આર. ગોહિલે જણાવ્યું કે તમો ખેડૂતો સુધી નવી ટેકનોલોજી પંહોચાડવા માટેના વાહક છો. અને આ ટેકનોલોજી ખેડૂતો સુધી પંહોચાડી ને ૨૦૨૨ સુધીમાં ખેડૂતની આવક ડબલ થાય તેવા પ્રયાસો માં તમારી ભૂમિકા મહત્વની છે.

અહેવાલ : ભરત બોરીચાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here